SPORTS

યુવા ખેલાડીની કેપ્ટનશિપમાં રમશે વિરાટ કોહલી, રણજી ટ્રોફી માટે દિલ્હીની ટીમ જાહેર

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફી મેચ રમતો જોવા મળશે. આ ઘરેલુ ટુર્નામેન્ટમાં કોહલી દિલ્હીની ટીમ તરફથી રમતો જોવા મળશે. આ વાતની સંપૂર્ણ પુષ્ટિ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ 30 જાન્યુઆરીએ રેલવે સામે મેચ રમવાની છે. આ માટે દિલ્હીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમનું નેતૃત્વ 25 વર્ષનો આયુષ બદોની કરી રહ્યો છે.

રિષભ પંત આ મેચમાંથી થયો બહાર

બીજી એક મોટી ખબર એ છે કે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેને દિલ્હી માટે ફક્ત એક જ રણજી મેચ રમી છે. આ મેચ 23-25 ​​જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે રમાઈ હતી.

ડીડીસીએના સેક્રેટરી અશોક શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘વિરાટ કોહલી 13 વર્ષ પછી રણજી રમશે.’ ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. દિલ્હીના ખેલાડીઓ પણ વિરાટ કોહલી સાથે મેચ રમવા માટે એક્સાઈટેડ છે. તેથી ઘણો ઉત્સાહ છે.”

કોહલી 13 વર્ષ પછી રમશે રણજી મેચ

આ પરિસ્થિતિમાં વિરાટ કોહલી હવે આયુષ બદોનીની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે. કોહલી લગભગ 13 વર્ષ પછી રણજી ટ્રોફી રમશે. તેને છેલ્લે 2012માં રણજી મેચ રમી હતી. તેને છેલ્લે ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ સામે રણજી મેચ રમી હતી.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યું છે. આ કારણે, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐય્યર મુંબઈ માટે રણજી મેચ રમી ચૂક્યા છે. જ્યારે શુભમન ગિલ પંજાબ તરફથી મેચ રમ્યો છે.

રેલવે સામેની મેચ માટે દિલ્હી ટીમ

આયુષ બદોની (કેપ્ટન), વિરાટ કોહલી, પ્રણવ રાજવંશી (વિકેટકીપર), સનત સાંગવાન, અર્પિત રાણા, મયંક ગુસૈન, શિવમ શર્મા, સુમિત માથુર, વંશ બેદી (વિકેટકીપર), મણિ ગ્રેવાલ, હર્ષ ત્યાગી, સિદ્ધાંત શર્મા, નવદીપ સૈની, યશ ધુલ , ગગન વત્સ, જોન્ટી સિદ્ધુ, હિંમત સિંહ, વૈભવ કાંડપાલ, રાહુલ ગેહલોત અને જીતેશ સિંહ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button