ENTERTAINMENT

IIFA એવોડ્ર્સના મંચ પરથી વિવેક ઓબેરોયએ સલમાન ખાનને ટોણો માર્યો

તાજેતરમાં આયોજિત IIFA એવોડ્ર્સ 2024ના ઘણા વીડિયો હેડલાઇન્સમાં છે. આ દરમિયાન વિવેક ઓબેરોયનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે,

જેમાં તે શાહરુખ ખાનના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. જો કે સ્ટેજ પર આપેલા તેના નિવેદનને સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. ફેન્સનું માનવું છે કે વિવેકે સલમાનનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિવેક ઓબેરોય શાહરુખ ખાન સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, શાહરુખના વખાણ કરતા વિવેકે કહ્યું છે કે, આ માણસ, તે માત્ર ઓન-સ્ક્રીન જ નહીં પરંતુ ઓફ્-સ્ક્રીન પણ દિલનો રાજા છે. ઘણા લોકો પાસે ફેમ અને પાવર હોય છે, પરંતુ તમારી વિશે સૌથી ખાસ વાત એ છે કે તમે પાવરનો ઉપયોગ લોકોને આગળ લાવવા માટે કર્યો છે.

વિવેકના વખાણ સાંભળીને શાહરુખ ખાને ભાવુક થઈને કહ્યું, જો તમે વધુ બોલ્યા તો હું જ આ એવોર્ડ જાતે રાખી લઈશ. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા યૂઝર્સ માને છે કે, વિવેકે કોઈનું નામ લીધા વગર સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. કારણ કે વિવેકે ઘણી વખત દાવો કર્યો છે કે, સલમાન ખાને તેની શક્તિનો ઉપયોગ કરીને તેને ઘણી ફ્લ્મિોમાંથી કાઢી મૂક્યો હતો, જેના કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. એક સમયે સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાયનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. આ દરમિયાન વિવેકે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, સલમાન તેને સતત ધમકી આપી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button