Jammu Kashmirમાં ત્રીજા તબક્કામાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો, ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
આજે જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને આ અંતિમ તબક્કામાં 7 જિલ્લાની કુલ 40 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. જેમાં સાંજે 5 વાગ્યા સુધી કુલ 65.48 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે.
સૌથી ઓછું મતદાન આતંકવાદથી પ્રભાવિત બારામુલ્લા જિલ્લામાં થયું
તમને જણાવી દઈએ કે ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું અને આ સમય સુધીમાં 72.91 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, સૌથી ઓછું મતદાન આતંકવાદથી પ્રભાવિત બારામુલ્લા જિલ્લામાં થયું હતું અને અહીં 55.73 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન થયું હતું.
સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું મતદાન
શિયાળુ રાજધાની જમ્મુ સહિત કેન્દ્રશાસિત પ્રદેશના 7 જિલ્લાઓની 40 વિધાનસભા બેઠકો પર કડક સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. જેમાં 7માંથી 3 જિલ્લા (ઉધમપુર, સાંબા અને કઠુઆ)માં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે બાંદીપુર, જમ્મુ અને કુપવાડામાં 60 ટકાથી વધુ મતદાન થયું હતું. બારામુલ્લામાં સૌથી ઓછું મતદાન થયું હતું.
મતગણતરી 8 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે
અગાઉ અહીં 18 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં 61.38 ટકા અને બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે 57.31 ટકા મતદાન થયું હતું. જો કે મતગણતરી 8 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી અહીં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ અનેક મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્રીજા તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું.
ત્રીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ
મતદાન અંગે જાણકારી આપતા ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ (IB) અને નિયંત્રણ રેખા (એલઓસી) સહિત તમામ વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું અને ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 5 વાગ્યા સુધી ક્યાંયથી કોઈ દુર્ઘટનાની જાણ થઈ નથી. આ 7 જિલ્લામાં 65.48 ટકા મતદાન થયું હતું. ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 72.91 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ સાંબા (72.41 ટકા), કઠુઆ (70.53 ટકા), જમ્મુ (66.79 ટકા), બાંદીપોરા (63.33 ટકા), કુપવાડા (62.76 ટકા) અને બારામુલ્લામાં (62.76 ટકા) મતદાન થયું હતું.
Source link