Life Style

Volkswagenનો Experience લઈ જોયું મહાબળેશ્વરનું 5000 જૂનું આ મંદિર, જુઓ વીડિયો

Volkswagen Experience Mahableshwar Drive by Taigun: ભારતમાં દરેક ખુણે તમને કોઈ અનોખો માહોલ જોવા મળે છે. મહારાષ્ટ્રથી લઈ કેરળ સુધી પશ્ચિમી ઘાટ તો વિવિધતાથી ભરેલો છે.મુંબઈથી થોડે દુર આવેલ હરિયાળીની ગોદમાં આવેલું આ હિલ સ્ટેશન મહાબળેશ્વર છે. જ્યાં વધુ ભીડ ભાડ પણ હોતી નથી. હાલમાં જ્યારે અમે ફોક્સવેગન એક્સપિરિયન્સની સાથે ટાઈગુનથી મહાબળેશ્વરની સફર પર જઈ રહ્યા હતા. તો સુંદર નજારાઓની સાથે અમે 5000 વર્ષ જૂનું પાંડવ મંદિર પણ જોવાની તક મળી હતી. અહિના લોક આ મંદિરને કૃષ્ણા મંદિર પણ કહે છે. તો ચાલો આજે તમને આ મંદિરની ખાસિયત જણાવીએ.

આ નાનકડું હિલ સ્ટેશન

મહાબળેશ્વર અમારા ટ્રાવેલ લિસ્ટમાં ન હતુ પરંતુ જ્યારે અમે ફોક્સવેગન એક્સપિરિયન્સનો ફોન આવ્યો તો અમે ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. અમારી પાસે આ સ્થળ વિશે કોઈ વધારે માહિતી ન હતી પરંતુ આ નાનકડું હિલ સ્ટેશન છે. અમે અહિ પહોંચ્યા તો 5000 વર્ષ જૂનું પાંડવ મંદિર જોયું જેને જોઈ અમે જોતા જ રહી ગયા હતા. ફોક્સવેગને અમને ઓપ્શન આપ્યો હતો કે, કોઈ પણ ગાડી લઈ લો અમે આ ડ્રાઈવ માટે VW Taigunની પસંદગી કરી હતી. અમે વિચાર્યું કે ફરવાની સાથે કાર ટેસ્ટ પણ થઈ જશે.

5000 વર્ષ જૂનું પાંડવ મંદિર

મહાબળેશ્વરને લઈ અમે વધુ રિસર્ચ કર્યું નહિ અને વિચાર્યું કે, લોકલ લોકોને પુછી ઓલ્ડ સ્કુલ ટાઈપથી એક્સપ્લોર કરીશું. મહાબળેશ્વરમાં અમે એક કૃષ્ણાઈ મંદિર ગયા.



બોલિવુડ સિંગરે યુટ્યુબર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો



Winter Money Plant care : શિયાળામાં મની પ્લાન્ટની આ રીતે કરો જાળવણી , ક્યારેય નહીં સૂકાય છોડ



Tech Tips : ફોનના સ્પિકરમાંથી કચરો કેવી રીતે કાઢશો ? જાણો અહીં સરળ ટ્રિક



ટાલ પર પણ ઉગશે નવા વાળ! અજમાવી જુઓ આ ઘરેલુ ઉપચાર



zero calorie : આ 7 ઝીરો-કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરો, તમે રહેશો ફિટ



Knowledge : નદીમાં સિક્કા કેમ ફેંકીએ છીએ, કાયદાની નજરમાં આ ગુનો છે?


કેટલાક તેને કૃષ્ણાઈ મંદિર કહે છે, જ્યારે અન્ય તેને પાંડવ મંદિર કહે છે. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું કહેવાય છે, અહિ કોઈ બહાર પ્રસાદ વેંચવા બેઠું છે કે,ન કોઈ ફુલ લઈને બેઠા છે. મંદિરની અંદર પુજારી પણ નથી. તેમજ મંદિરમાં જવા માટે કોઈ ચાર્જ પણ નથી. આ સ્થળ કેટલું સુંદર હશે. તેનો તમે અંદાજો લગાવી શકો છો.તમને જોઈને નવાઈ લાગશે કે આ મંદિરમાં પથ્થરની ઉપરના પથ્થરને કેવી રીતે તાળું લગાવવામાં આવ્યું હશે.

ફોક્સવેગન તાઈગન સાથે ડ્રાઇવ અનુભવ

મંદિરના રૂપમાં, જ્યાં આપણને જૂના એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ જોવા મળે છે, આજે આધુનિક એન્જિનિયરિંગ આવી ગયું છે. આ આધુનિક ટેક્નોલોજી છે જેને આપણે ફોક્સવેગન તાઈગનની અંદર જોઈ શકીએ છીએ જેમાં આપણે અહીં પહોંચ્યા છીએ. મહાબળેશ્વર કેટલીક પહાડીઓ પર છે, તેથી આ કાર માત્ર હાઈવે પર જ નહીં પરંતુ દરેક જગ્યાએ ચાલે છે અને ખૂબ જ સારી રીતે ચાલે છે.

કોઈપણ ગાડીની અસલી લિમિટ તો પહાડો પર ટેસ્ટ કરવામાં આવે છે. તે પછી જ ખબર પડે છે કે તે કેટલો ટોર્ક આપી રહ્યો છે, તાઈગુન અમારા તમામ પરિમાણોને પૂર્ણ કરે છે અને તેને ચલાવતી વખતે વ્યક્તિ કોન્ફિડન્સ અનુભવે છે. તમે કોઈપણ કાર ખરીદી શકો છો. વિશ્વસનીય તે જ છે જે વર્ષો સુધી ચાલે છે. તાઈગુનમાં આ તાકાત છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button