લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પાટીદાર અને દરબાર વચ્ચે અથડામણ સર્જાતા 1નું મોત, 7થી વધુ ઈજાગ્રસ્ત

by

Thenewsdk

Updated: 06-11-2025, 06.39 AM

Follow us:

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે. ગામમાં બાવાજી પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ઉગ્ર જૂથ અથડામણ સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટના એટલી અચાનક બની કે થોડા જ સમયમાં આનંદના માહોલ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી.

  • શું છે સમગ્ર મામલો?

માહિતી મુજબ, બાવાજી પરિવારના લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલા ફુલેકા દરમિયાન એક ટ્રેક્ટર ઘોડાને અડી જતાં નાનો વિવાદ શરૂ થયો હતો. આ સામાન્ય અકસ્માતે થોડા જ સમયમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બે જૂથો, પાટીદાર અને દરબાર સમાજ વચ્ચે ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ. શરૂઆતના તણાવ બાદ લાકડાં, પથ્થર અને વાહનોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.

  • એક યુવકનું મોત

અથડામણ દરમિયાન એક જૂથ તરફથી કાર ચડાવવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે દેવળીયા ગામના મહેન્દ્રભાઈ વાળા નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. તેને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે.

  • સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત

અથડામણમાં બંને જૂથોના સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ઈજાગ્રસ્તોમાંથી ચાર જણાને ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ત્રણ જણાની બાબરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાના પગલે ફુલઝર ગામમાં ભારે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. પોલીસે વધારાના દળોને બોલાવી સ્થિતિ કાબૂમાં લીધી છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.