આજના સમયમાં ફિટનેસ પ્રત્યે લોકો વધુ જાગૃત બન્યા છે. બહારનું જંક ફૂડ છોડીને ઘણા લોકો ઘરનું શુદ્ધ અને હેલ્ધી ખોરાક લે છે, છતાં ઘણી વખત ફરિયાદ રહે છે કે વજન ઘટવાને બદલે વધતું જાય છે. આવી સ્થિતિ ખરેખર નિરાશાજનક બની શકે છે, પરંતુ તેના પાછળ કેટલીક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ ભૂલો જવાબદાર હોય છે.
🔹 હેલ્ધી એટલે લો-કેલરી નથી
ડ્રાય ફ્રૂટ્સ, એવોકાડો, ઓલિવ ઓઇલ અને ડાર્ક ચોકલેટ આરોગ્ય માટે લાભદાયી છે, પરંતુ તેમાં કેલરી ખૂબ વધારે હોય છે. જો કેલરી ઇનટેક, કેલરી બર્ન કરતાં વધારે રહેશે, તો ખોરાક હેલ્ધી હોવા છતાં વજન વધશે.
🔹 ‘હેલ્ધી’ ફૂડમાં છુપાયેલી શુગર
લો-ફેટ યોગર્ટ, મલ્ટીગ્રેન બિસ્કિટ, પ્રોટીન બાર જેવા ઘણા પ્રોડક્ટ્સમાં છુપાયેલી ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. આ ખાંડ ઇન્સુલિન લેવલ વધારી ફેટ સ્ટોર થવામાં મદદ કરે છે.
🔹 હોર્મોનલ ઇમ્બેલેન્સ
થાયરોઇડ, PCOS અથવા કોર્ટિસોલ હોર્મોનનું વધેલું સ્તર મેટાબોલિઝમ ધીમું કરે છે. આવી સ્થિતિમાં ઓછી ડાયટ હોવા છતાં વજન વધી શકે છે.
🔹 ઊંઘની અછત અને તણાવ
પૂરતી ઊંઘ ન મળવાથી ભૂખ નિયંત્રિત કરનારા હોર્મોન (ઘ્રેલિન અને લેપ્ટિન) અસંતુલિત થાય છે. સાથે જ તણાવના કારણે કોર્ટિસોલ વધે છે, જે પેટની આસપાસ ચરબી જમા કરાવે છે.
🔹 લિક્વિડ કેલરીને અવગણવું
ફળોનો જ્યુસ, સ્મૂધી અને નાળિયેરનું પાણી હેલ્ધી લાગે છે, પરંતુ તેમાં ફાઇબર ઓછું અને શુગર વધુ હોય છે. ખાસ કરીને જ્યુસ પીવાથી વજન ઝડપથી વધે છે.
🔹 મેટાબોલિઝમ ધીમું થવું
ઉંમર વધવી, મસલ્સની અછત અને કસરતનો અભાવ મેટાબોલિઝમ ધીમું કરે છે. ફક્ત ડાયટ નહીં, પરંતુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે.


Leave a Comment