રોહિત શેટ્ટીના પિતા મુદ્દુ બાબુ શેટ્ટી બોલિવૂડના મહાન સ્ટંટ મેન અને એક્શન કોરિયોગ્રાફર હતા. જોકે, રોહિત જ્યારે ખૂબ જ નાનો હતો ત્યારે તેના પિતાને ગુમાવી દીધા હતા. તેમના પિતાએ 1982માં 44 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ તેમના મૃત્યુનું સાચું કારણ શું હતું તેના અંગે રોહિત શેટ્ટીએ હવે ખુલાસો કર્યો છે. તેના સેટ પર એક અકસ્માત સર્જાયો જેના કારણે તેનું મોત થયું. સેટ પર કોઈ બીજાનું મોત થયું થતા રોહિત શેટ્ટીના પિતાને આઘાત લાગ્યો હતો.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટંટમેને જીવ ગુમાવ્યો હતો
તમને જણાવી દઈએ કે, વર્ષ 1980માં Bombay 405 Miles ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મના સેટ પર એક ઘટના બની હતી જેને શેટ્ટી ભૂલી શક્યા ન હતા. આ સેટ પર એક મૃત્યુ થયું હતું અને તે મૃત્યુ માટે તે પોતાને જવાબદાર માનતો હતો. તો ચાલો જાણીએ કે સેટ પર કોનું અને કેવી રીતે મૃત્યુ થયું? હવે રોહિત શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પિતાની વાત કહી છે. ખુલાસો કરતી વખતે તેણે કહ્યું કે, ‘ફિલ્મ Bombay 405 Milesનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ગોડાઉન ઉપરથી શત્રુઘ્ન સિન્હાનો ડુપ્લિકેટ કૂદવાનો હતો અને તે કૂદીને તરત જ પેટ્રોલ બ્લાસ્ટ થવાનો હતો.
ટોળામાં ખળભળાટ મચી ગયો
વધુમાં રોહિત શેટ્ટીએ જણાવ્યું કે, ‘જ્યાં શૂટ થઈ રહ્યું હતું ત્યાં ઘણી બધી પબ્લિક હતી. એવું હતું કે કેમેરા બોલશે તો તે વ્યક્તિ ભાગશે, પછી બ્લાસ્ટ કરનાર વ્યક્તિને ટેપ કરવામાં આવશે. પણ લોકો એટલા બધા હતા કે કેમેરા ડિપાર્ટમેન્ટનો જે વ્યક્તિ અને જે સ્ટંટ મેન હતો તે ક્યારે બદલાઈ ગયો તેની ખબર જ ન પડી. બન્નેની પોઝિશન બદલાઈ ગઈ. મન્સૂરને ભાગી જવાનું કહ્યું, પાપાને લાગ્યું કે તે કેમેરા ટેપ કરનારને કહી રહ્યા છે અને બ્લાસ્ટ કરનાર વ્યક્તિ ત્યાં આવી ગયો. તે બન્નેએ ક્યારે એકબીજાની બદલાય ગયા એ પપ્પાને ખબર જ ન પડી. પપ્પા તો કેમેરા જ ચાલુ કરવાનું કહેતા હતા, પરંતુ બ્લાસ્ટનું બટન દબાઈ ગયું.
સ્ટંટમેનના મૃત્યુથી પિતાને આઘાત લાગ્યો
રોહિતે વધુ ખુલાસો કર્યો કે, ‘ભાગતી વખતે આખું ગોડાઉન ઉડી ગયું અને મન્સૂરને આગ લાગી અને તેનું મોત થઈ ગયું. સાંજ સુધીમાં સમાચાર ફેલાય ગયા, માતાને ખબર પડી કે મન્સૂરનું અવસાન થયું છે અને એક વર્ષમાં પિતાનું પણ અવસાન થયું. તેણે આ અકસ્માત પોતાના પર લીધો હતો. કામદારોમાં પાપાની છબી ખૂબ જ મજબૂત હતી. પાપા કામદારો માટે ખૂબ જ સક્રિય હતા. 100ની જરૂર હોય 200ને બોલાવતા હતા. કારણ કે એક ઉંમર પછી પછી તેમને કામ મળતું નથી. તેથી જ્યારે આ અકસ્માત થયો ત્યારે તેમણે તેને હૃદય પર લઈ લીધું. આ પછી તેણે દારૂ પણ પીવાનું શરૂ કરી દીધું અને આલ્કોહોલિક બની ગયા હતા. આ કારણે ફિલ્મો છોટવાનું શરૂ થઈ ગયું અને પછી એક વર્ષમાં જ તેણે દુનિયા છોડી દીધી.