ENTERTAINMENT

કોણ છે એશ્વર્યા રાયની ભાભી? અભિષેક બચ્ચનને લઈને કર્યો મોટો ખુલાસો

ઐશ્વર્યા રાય બચ્ચનને આખી દુનિયા જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો તેના પરિવારના સભ્યોને, ખાસ કરીને તેના પિયર પક્ષ એટલે કે માતાની બાજુને જાણે છે. આજે તમને જે વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ તે છે ઐશ્વર્યાની ભાભી. ઐશ્વર્યાની ભાભીનું નામ શ્રીમા રાય છે. સોશિયલ મીડિયા પર શ્રીમાનો દબદબો રહે છે. તે કન્ટેન્ટ ક્રિએટર તેમજ બ્યુટી વ્લોગર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.2 લાખ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર તેની ચેનલ પણ છે.

શ્રીમા કોણ છે?

જો તમે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોશો, તો તમે જોશો કે તે સ્ટાઈલિશ આઉટફિટ્સના વીડિયો અને હેર અને સ્કિનની સંભાળના વીડિયો શેર કરતી રહે છે. જ્યારે એલે મેગેઝિને તેમને તેમના કામના પડકારો વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, એલ્ગોરિધમ્સનું સંચાલન કરવું ક્યારેક થોડું મુશ્કેલ હોઈ શકે છે. સોશિયલ મીડિયા નિર્માતા બનવું એ એક માગનું કામ છે કારણ કે તમારે નિયમિતપણે કન્ટેન્ટ બનાવવવું પડે છે.

 

જીત્યો છે આ ખિતાબ

તમને જણાવી દઈએ કે શ્રીમા વર્ષ 2009માં મિસિસ ઈન્ડિયા ગ્લોબનો ખિતાબ પણ જીતી ચૂકી છે. તે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં બીજા ક્રમે આવી હતી. શ્રીમા અને આદિત્યને શિવાંશ અને વિહાન નામના બે બાળકો છે. ઐશ્વર્યાની માતા પણ તેની સાથે રહે છે. શ્રીમાની પ્રોફાઈલમાં ઐશ્વર્યા સાથેના ઓછા ફોટા છે. છેલ્લે શ્રીમાએ મે મહિનામાં તેના લગ્નનો થ્રોબેક ફોટો શેર કર્યો હતો, તેમાં ઐશ્વર્યાનો ફોટો હતો.

ઐશ્વર્યા સાથે કેવો છે સંબંધ

એકવાર ઐશ્વર્યા સાથેના તેના સંબંધો પર શ્રીમાએ કહ્યું હતું કે, હું ઐશને સુપરસ્ટાર તરીકે જોતી નથી. તે પહેલા મારી નંણદ છે. પરંતુ અમને ઐશ્વર્યા અને અભિષેકની વધુ જોવા મળતા નથી. જ્યારે તેણી આવે છે ત્યારે હું કામ પર છું. અભિષેક ખૂબ જ રમુજી વ્યક્તિ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button