પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓ ના બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે હેતુથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રણમાં પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ “સ્કૂલ ઓન વ્હીલ્સ” ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી જેના થકી અગરિયાઓ રણમાં મીઠું પકવવા જાય તો તેમના બાળકો સાથે જતા અને રણમાં બસ અંદર શિક્ષણની સુવિધાઓ બાળકો ને મળી રહેતી હતી પરંતુ આ વખત અગરિયાઓ રણ જવાનું શરૂ કર્યું છે પરંતુ બસો એકજ જગ્યાએ પડી રહેવાથી બેટરી ઈન્વેટર, સોલાર સહીતની સુવિધાઓ વિના ખંડેર હાલતમાં રાજૂસરા પ્રાથમિક શાળામાં પડી છે જેના કારણે આ વર્ષ બાળકોને રણમાં ખુલ્લામાં ભણવું જોસે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ડિસેમ્બરમાં આવે છે રણમાં
સાંતલપુર તાલુકાના પરંપરાગત મીઠું પકવી આજીવિકા રળતા અગરિયાઓ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરિવાર સાથે રણમાં પ્રવેશ કરે છે અને મીઠું પકવવાનું શરૂ કરે છે જેથી અગરિયાઓ ડિસેમ્બર થી લઈ કુલ 7 મહિના જેટલો સમય પરિવાર સાથે રણમાં જ રહે છે પરંતુ આ દરમિયાન અગયારિયાઓના બાળકોનું શિક્ષણ કાર્ય ના બગડે અને રણમાં જ તે બાળકો ને શિક્ષણની સુવિધાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન થકી લાખો રૂપિયા ખર્ચ કરી સુવિધાઓ સજ્જ મોડીફાઈ કરેલ આશરે 10 જેટલી બસો સાંતલપુર વિસ્તારમાં ફાળવી હતી.
બસો ખાઈ રહી છે ધૂળ
જેમાં અગરિયાઓના બાળકો રણમાં જ શિક્ષણ મેળવતા હતા પરંતુ હાલની સ્થિતિએ હવે જે બસો સુવિધા સજ્જ હતી તે બસો ધૂળ ખાઈ રહી છે અને બસની અંદર લગાવેલ ઈન્વેટર, સોલાર, પંખા, બેટરી સહીત ની વસ્તુઓ બંધ હાલતમાં છે જેના કારણે બસ રણમાં લઈ જવાઈ શકે તેવી કોઈ સ્થિતિ દેખાતી નથી ત્યારે સરકાર દ્વારા લાખોનો ખર્ચ વિદ્યાર્થીઓ હિત માટે કર્યો હતો તેના માથે બેદરકારી ની ધૂળ વળી ગઈ છે અને તંત્ર ઊંઘમાં છે, તયારે સવાલ એ થાય છે કે હવે અગરિયાઓ રણમાં મીઠું પકવવા ગયા છે પરંતુ તેમના બાળકો ને ચાલુ શાલે રણમાં શિક્ષણ મેળવવું ક્યાંક કઠીન બની જશે અને ખુલ્લા અપાટ રણમાં માત્ર ઉપર આભ અને નીચે જમીન ના સહારે શિયાળાની કડકડતી ઠંડી અને ઉનાળાની કાળઝાર ગરમીમાં બાળકો ને મુશ્કેલીઓ વેઠવી પડશે તેવી દેખાઈ રહ્યું છે.
વિધાર્થીઓને બસનો નથી મળતો લાભ
સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરી મોડીફાઈ બસો શિક્ષણ કાર્ય માટે આપી પરંતુ એજ બસો પડી રહેવાથી હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે અને આ વર્ષ તે બસો માં શિક્ષણ કાર્ય હજુ સુધી શરૂ થવા પામ્યું નથી જેથી અગરિયાઓ અને તેમના બાળકો ફરી તે બસોની સાધના સામગ્રી યોગ્ય કરી રણમાં શિક્ષણ કાર્ય માટે પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.શિક્ષણ વિભાગે લાખો રૂપિયા ખર્ચ કરી “સ્કૂલ ઓન વ્હીલ્સ” હેઠળ રણ શાળા શરૂ કરી હતી પરંતુ સ્થાનિક તંત્રની જાળવણી ના અભાવ ને કારણે તે બસોની બેટરી, સોલાર સિસ્ટમ સહિત ઈન્વેટર ખરાબ થઈ જવા પામ્યું છે એટલે ફરી તેજ બસો ને રણમાં શિક્ષણ કાર્ય માટે મોકલવા માટે શિક્ષણ વિભાગે ફરી લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે.
Source link