- NGOનું મૌન ભયાનક અપરાધના આરોપીના કામોથી પણ વધારે બદતર હોવાનો મત
- કોલકાતામાં જે ઘટના બની છે તે નિર્ભયા કાંડ કરતાં પણ વધારે બર્બર છે: ધનખડ
- આવી ઘટનાઓનો એક જ ઇલાજ, કઠોરમાં કઠોર દંડ : ધનખડ
કોલકાતા ડોક્ટર રેપ-મર્ડર કેસને લઇને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બિન-સરકારી સંગઠનો(એનજીઓ) પર નિશાન સાધ્યું છે તેમણે જણાવ્યું હતું કે આમ તો દેશમાં નાની નાની ઘટનાઓ પર શોરગુલ કરનારા સંગઠનો આજે ચુપ છે. તેઓ આજે શાંત અવસ્થામાં છે. પરંતુ હું તેમને બતાવી દેવા માંગુ છું કે તેમનું આ મૌન આ ભયાનક અપરાધના આરોપીના કામોથી પણ વધારે બદતર છે. ઋષિકેશના અખિલ એમ્સ હોસ્પિટલમાં એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે 2012માં દેશમાં નિર્ભયા કાંડ થયો હતો તે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. હવે કોલકાતામાં જે ઘટના બની છે તે તેના કરતાં પણ વધારે બર્બર છે. ધનખડે જણાવ્યું હતું કે આપણા દેશની બેટીએ જનતાની સેવા કરવા માટે ન દિવસ જોયો અને ના રાત જોઇ અને તેની સાથે હેવાનિયતની પણ હદ પાર કરી દેવામાં આવી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. મેડિકલ સાથે જોડાયેલા લોકોની પરેશાની અમે સમજી શકીએ છીએ. આ ઘટનાથી બધા દુઃખી છે.
આવી ઘટનાઓનો એક જ ઇલાજ, કઠોરમાં કઠોર દંડ : ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ આ ઘટનાઓને લઇને જણાવ્યું હતું કે તેનું ફક્ત એક જ સમાધાન છે. કઠોરમાં કઠોર દંડ. તેમણે ઉમેર્યું હતું કે આપણે એક એવી ક્રાંતિકારી, સુરક્ષિત પ્રક્રિયા લાવવી પડશે કે જેમાં ભવિષ્યમાં ક્યારેય પણ માનવતાની સેવા સાથે જોડાયેલા અને અન્ય કોઇપણ વ્યક્તિ સાતે આવી ઘટના ના બને. તેમના પર કોઇપણ પ્રકારનો ખતરો પણ ના હોવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજે પણ જવાબદારી લેવી પડશે અને એક બહેતર સમાજનું નિર્માણ કરવું પડશે.
Source link