
દુનિયામાં સૌથી પહેલા કયા દેશે બજેટ રજૂ કર્યુ હતુ? અને “બજેટ” શબ્દ ક્યાંથી આવ્યો છે શું તમે જાણો છો ? જો ન જાણતા હોય તો જુઓ અમારી આ સ્ટોરી. જેમાં તમને બજેટ વિશેની પ્રાથમિક માહિતીઓ સરળતાથી મળી રહેશે. બજેટની તૈયારીઓ કેવી રીતે કરવામાં આવે છે. અને કઇ પ્રક્રિયાઓ હાથ ધરાય છે. તે અંગે જાણી લો. દેશમાં 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મળા સીતારમણ આર્થિક બજેટ રજૂ કરશે. જેના પર સૌ કોઇની નજર છે. સામાન્ય વર્ગ માટે પટારામાંથી કઇ વસ્તુઓ નિકળશે તેની રાહ જનતા જોઇ રહી છે.
આ દેશે પ્રથમ રજૂ કર્યુ હતુ બજેટ
“બજેટ” શબ્દ લૈટિન શબ્દ “બુલ્ગા” પરથી આવ્યો છે. ફ્રાંસીસી ભાષામાં તેને “બુગેટ” પણ કહેવામાં આવે છે. જ્યારે આ શબ્દને અંગ્રેજીમાં ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે તેનું ઉચ્ચારણ “બોગેટ” તરીકે કરવામાં આવ્યુ હતુ. પરંતુ બાદમાં તેને “બજેટ” તરીકે લોકો બોલવા લાગ્યા હતા. દુનિયામાં સૌ પ્રથમ કયા દેશે બજેટ રજૂ કર્યુ હતુ તેનો ઉત્તર છે ઇંગ્લેંડ. વર્ષ 1760માં ઇંગ્લેંડે પોતાનું આર્થિક બજેટ રજૂ કર્યુ હતુ. અહીં જ બજેટ અન્ય દેશમાં પહોંચ્યુ હતુ અને અન્ય દેશની સરકારે પોતાનું બજેટ રજૂ કરવાની નીતિ અપનાવી હતી.
ભારતમાં ક્યારે રજુ થયુ હતુ પ્રથમ બજેટ
ભારતમાં બજેટની શરૂઆત આઝાદી પહેલાથી જ કરવામાં આવી હતી. બ્રિટીશ શાસનકાળ દરમિયાન 1857ના વિદ્રોહ બાદ દેશની આર્થિક સ્થિતીમાં સુધાર લાવવા માટે અંગ્રેજોએ પ્રયત્ન હાથ ધર્યા હતા. જેના માટે પ્રખ્યાત અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સનને ભારત બોલાવવામાં આવ્યા હતા. તેઓએ 7 એપ્રિલ 1860ના રોજ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતુ. દેશ સ્વતંત્ર થયા બાદ પ્રથમ વખત બજેટ આર.કે.શનમુખ્મ ચેટ્ટીએ 1947ના રોજ રજૂ કર્યુ હતુ.
1 ફેબ્રુઆરીના રોજ બેજટ કરાશે રજૂ
કેન્દ્રીય નાંણાંમંત્રી નિર્મળા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બેજટ રજૂ કરશે. લોકસભામાં સવારે 11 કલાકે બજેટની શરૂઆત થશે. જેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. નિર્મળા સીતારમણનું કેન્દ્રીય નાંણાંમંત્રી તરીકે આ આઠમુ બજેટ હશે જેને તેઓ દેશની જનતા સમક્ષ મુકશે. આ બજેટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હલવા સેરેમની બાદ બજેટની લોક ઇન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા એ વાતનો સંકેત છે કે બજેટને અંતિમ રૂપ આપવામાં આવ્યો છે.
Source link