દિલ્હી હાઈકોર્ટે અવમાનના એક કેસમાં વિકિપીડિયાની ઉપર આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, તે સરકારને કહેશે કે વિકિપીડિયાને ભારતમાં બ્લોક કરી દેશે. કોર્ટ તરફથી આકરી ટિપ્પણી એએનઆઈના મામલામાં આવી છે, જેમાં કોર્ટના આદેશ છતાં વિકિપીડિયાના આદેશ પર અત્યાર સુધી અમલ નથી કર્યો. આને લઈ એએનઆઈને વિકિપીડિયા પર માનહાનિનો કેસ કર્યો છે.
શું છે આખો કેસ ?
વિકિપીડિયા પર એએનઆઈના પેજને લઈ કેટલાક લોકોએ એડિટ કરી વિવાદાસ્પદ જાણકારી જાહેર કરી હતી. એડિટ કરેલી પોસ્ટમાં લખ્યું કે, એએનઆઈ વર્તમાન સરકાર માટે પ્રોપેગેન્ડા ફેલાવવા ટુલના રૂપમાં પ્રયોગ થાય છે. જેને લઈ એએનઆઈએ ફરિયાદ કરી હતી. કોર્ટે વિકિપીડિયાને આદેશ આપ્યો હતો કે, એ ત્રણ લોકોની જાણકારી તેઓ આપે જેને પેજ એડિટ કર્યું હતું. પરંતુ વિકિપીડિયાએ આદેશનું પાલન નહોતું કર્યું, જેને લઈ એએનઆઈએ ફરી દિલ્હી હાઈકોર્ટના દ્વારે પહોંચ્યું હતું. કોર્ટના આદેશનું પાલન ન થયાનું એએનઆઈએ કહ્યું હતું.
આજે કોર્ટમાં શું થયું?
આજે જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ તો કોર્ટે પૂછયું કે આદેશનું પાલન શા માટે નથી થતું ? ત્યારે વિકિપીડિયાના વકીલે કોર્ટને જણાવ્યું કે, તેને કોર્ટના આદેશ વિશે કેટલીક વાતો કોર્ટની સામે રાખવી હતી. જેમાં તેને સમય લાગ્યો, કારણ કે, વિકિપીડિયાને આધાર ભારતમાં નથી.
આની પર કોર્ટે નારાજગી દર્શાવતા કહ્યું કે અમે અવમાનનાનો મામલો નોંધાવીશું. અહીં એ સવાલ નથી કે વિકિપીડિયાને બેઝ ભારતમાં નથી પરંતું કોર્ટના આદેશનું પાલન કેમ નથી થયું એ મહત્ત્વપૂર્ણ છે. કોર્ટે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, અમે અહીં તમારી વ્યાપારિક લેવડ-દેવડ બંધ કરી દઈશું. અમે સરકારથી વિકિપીડિયાને બ્લોક કરવા માટે કહીશું. કોર્ટે કહ્યું કે પહેલા પણ તમે લોકોએ અહીં તર્ક આપ્યો હતો. પરંતું તમને ભારત પસંદ નથી તો કૃપા કરીને ભારતમાં કામ ન કરો.
Source link