NVIDIA and AMD semiconductor: ટ્રમ્પે ચીન પાસે ચિપ એસ્કપોર્ટ પર 15% હિસ્સો માંગવાનું શરૂ કર્યું, આ બંને કંપનીઓ સંમત થઈ

જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશો પર ટેરિફ બોમ્બ ફેંકી રહ્યા છે, ત્યારે તેમની નજર ચીનમાં વ્યવસાય કરતી અમેરિકન કંપનીઓ પર પણ છે. તેમનું લક્ષ્ય સેમિકન્ડક્ટર અને ચિપ કંપનીઓ છે.
એસ્કપોર્ટ લાઇસન્સ મેળવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે NVIDIA અને AMD જેવા મોટા ચિપ ઉત્પાદકોને ચીનમાં તેમના વેચાણમાંથી ઉત્પન્ન થતી આવકમાં હિસ્સો લેવા કહ્યું હતું, જેના માટે આ કંપનીઓ સંમત થઈ ગઈ છે અને હવે તેઓ તેમની કમાણીનો 15% અમેરિકાને આપશે.
અમેરિકાને 15% આવક મળશે
એક અહેવાલ મુજબ, ચિપ ઉત્પાદકો Nvidia અને AMD ચીનમાંથી તેમની આવકનો 15% અમેરિકાને આપવા સંમત થયા છે. અહેવાલમાં NVIDIA ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “અમે વૈશ્વિક બજારોમાં અમારી ભાગીદારી માટે યુએસ સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરીએ છીએ.”
આ કંપનીઓનો યુએસ વહીવટ સાથેનો આ કરાર વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં તેમના ઉત્પાદનો એસ્કપોર્ટ કરવા માટે ચિપ એસ્કપોર્ટ લાઇસન્સ મેળવવા માટે કરવામાં આવ્યો છે. જોકે, AMD એ આ સંદર્ભમાં તાત્કાલિક જવાબ આપ્યો નથી.
અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો
આ સંદર્ભમાં જારી કરાયેલા તમામ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે આ કરાર હેઠળ, Nvidia ચીનમાં H20 ચિપ્સના વેચાણથી થતી આવકનો 15% હિસ્સો યુએસ સરકારને આપશે, જ્યારે AMD તેની MI308 ચિપના વેચાણથી થતી આવકનો સમાન હિસ્સો અમેરિકાને આપશે.
નોંધનીય છે કે અમેરિકાએ અગાઉ સુરક્ષા ચિંતાઓને કારણે Nvidia ની H20 ચિપ્સના ચીનને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેનો ઉપયોગ AI એપ્લિકેશનમાં થાય છે. પરંતુ તાજેતરમાં શરતો સાથે તેને પાછી ખેંચી લેવામાં આવી હોવાના અહેવાલો આવ્યા હતા.