WI Vs PAK Match: પાકિસ્તાન સામે સૌથી મોટી વન-ડે જીત નોંધાવી, વેસ્ટ ઇન્ડીઝે 34 વર્ષના દુકાળનો અંત લાવ્યો

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે ત્રીજા અને અંતિમ વન-ડે મેચમાં પાકિસ્તાનને 202 રનના મોટા માર્જિનથી હરાવી ત્રણ મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે કેરેબિયન ટીમે ઇતિહાસ રચી દીધો છે.
હોપ અને જેડેન સીલ્સ જીતના હિરો
શાઈ હોપના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝે 34 વર્ષ પછી પાકિસ્તાન સામે વન- શ્રેણી જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી વખત 1991માં પાકિસ્તાન સામે ઓડીઆઈ સિરીઝ જીતી હતી. ટીમની આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શાઈ હોપ અને જેડેન સીલ્સે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાનની ટીમ 92 રનમાં ખખડ્યું
ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વન-ડેમાં પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 294 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 92 રનમાં સમેટાઈ ગઈ હતી.
પાકિસ્તાનના પાંચ ખેલાડી ખાતું ખોલ્યા વગર આઉટ
વન-ડેમાં ચોથી વાર પાકિસ્તાનના પાંચ ખેલાડી ખાતા ખોલ્યા વગર આઉટ થઈ ગયા હતા. ઓપનર ખેલાડી સૈમ અયૂબ અને અબ્દુલ્લા શફીક, કેપ્ટન મોહમ્મદ રિઝવાન, હસન અલી અને અબરાર અહમદ શૂન્ય પર આઉટ થયા હતા.