દેશ-વિદેશ
Uncontrolled plane crashes: અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ

અમેરિકાના મોન્ટાના રાજ્યના કાલિસ્પેલ શહેરમાં એક ગંભીર વિમાન દુર્ઘટના બની, જેમાં સિંગલ-એન્જિન સોકાટા TBM 700 ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન બીજા વિમાન સાથે અથડાયું.
અથડામણ બાદ વિમાનમાં ભીષણ આગ લાગી, જોકે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબુ મેળવ્યો અને તમામ સવારનો સુરક્ષિત બચાવ કર્યો.
પાઇલટ અને ત્રણેય મુસાફરો સમયસર બહાર નીકળ્યા
કાલિસ્પેલ પોલીસ ચીફ જોર્ડન વેનાન્ઝિયો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) મુજબ, દક્ષિણ દિશાથી આવી રહેલું વિમાન રનવે પર ઉતરતી વખતે ક્રેશ થયું અને અથડામણ થતા જ તેમાં આગ ભભૂકી ઉઠી. પાઇલટ અને ત્રણેય મુસાફરો સમયસર બહાર નીકળી શક્યા,
પરંતુ બે લોકોને હળવી ઈજાઓ પહોંચી, જેમની એરપોર્ટ પર જ સારવાર કરાઈ. ઘટનાથી એરપોર્ટ પર અફરાતફરી મચી અને અનેક વિમાનોને નુકસાન થયું, જેના આંકડા હજી જાહેર થયા નથી.