અક્ષય કુમાર સ્ટારની હિટ ફ્રેન્ચાઈઝી ફિલ્મ હાઉસફુલનો પાર્ટ 5 બનવા જઈ રહ્યો છે. હાલમાં હાઉસફુલ 5ની આખી ટીમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા સાજિદ નડિયાદવાલાએ ફિલ્મના સેટ પરથી એક તસવીર શેર કરી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે હાઉસફુલ 5નું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે સેટ પરથી એક નવું અપડેટ સામે આવ્યું છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર સેટ પર ઘાયલ થયો છે. હાઉસફુલ 5ના સેટ પર અક્ષય કુમાર સાથે એક નાનકડો અકસ્માત થયો છે.
ડોક્ટરે શૂટિંગ રોકવાની આપી સલાહ
હાઉસફુલ 5 ના સેટ પર અક્ષય કુમાર સાથે અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ જ્યારે અક્ષય કુમાર એક એક્શન સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે તેની આંખમાં કોઈ વસ્તુ વાગી અને તે ઘાયલ થઈ ગયો. આંખના ડોક્ટરને તરત જ સેટ પર બોલાવવામાં આવ્યા, જેમણે એક્ટરની આંખ પર પટ્ટી બાંધી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટરને હાલ શૂટિંગ છોડીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ અન્ય સ્ટાર્સે ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર પણ સ્વસ્થ થતાં જ શૂટિંગમાં જોડાશે.
ફિલ્મમાં જોવા મળશે આ સ્ટાર્સ
તમને જણાવી દઈએ કે સાજિદ નડિયાદવાલાની હાઉસફુલ 5 પહેલી ફ્રેન્ચાઈઝી છે જે તેના પાંચમા ભાગમાં પહોંચી ગઈ છે. આ ભાગમાં ફન અને કોમેડી પહેલા ભાગ કરતાં પાંચ ગણી વધારે હશે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેનું શૂટિંગ લંડનથી ફ્રાન્સ, સ્પેન અને યુકે સુધીના લક્ઝુરિયસ ક્રૂઝ પર કરવામાં આવ્યું છે. આ મલ્ટીસ્ટાર ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચંકી પાંડેનો સમાવેશ થાય છે.
શ્રેયસ તલપડેને આવ્યો હતો હાર્ટ એટેક
ઘણીવાર કલાકારો સાથે સેટ પર કોઈને કોઈ ઘટના બને છે. આ પહેલા દીપિકા પાદુકોણ પણ સેટ પર બીમાર પડી હતી. તાજેતરમાં જ એક્ટર શ્રેયસ તલપડેને પણ શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. શ્રેયસ વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે અચાનક પડી ગયો. શ્રેયસ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો. પરંતુ હવે તે સ્વસ્થ છે. એક્ટરે તેને પોતાનો બીજો જન્મ ગણાવ્યો હતો.
Source link