- 2022માં દિલ્હી ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.
- સરેરાશ PM2.5નું સ્તર સરેરાશ 84.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું
- આ રિપોર્ટ એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) પર આધારિત
વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીનાં રહીશોની ઉંમરમાં 8 વર્ષનો ઘટાડો થયો હોવાનું એક ચોંકાવનારા અભ્યાસમાં જણાયું છે. દિલ્હી અને એનસીઆરમાં તેમજ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શિયાળામાં તેમજ અન્ય ઋતુમાં વાયુ પ્રદૂષણ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી જતું હોય છે.
જેને કારણે લાખો લોકોને શ્વસનતંત્રના રોગો થાય છે. લોકો દમ અને અસ્થમાનો શિકાર બને છે. આ ઉપરાંત ખરાબ હવામાનને કારણે કેટલાક જીવલેણ રોગનો શિકાર પણ બનતા હોય છે. શિકાગો યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના તારણો ચિંતાજનક છે. વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીના રહીશોના આયુષ્યમાં 8 વર્ષનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જો દિલ્હીની હવામાં WHOના ધોરણો મુજબ 5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર પ્રદૂષણનું પ્રમાણ હોય તો દિલ્હીમાં રહેનારા 1.87 કરોડ લોકોની ઉંમરમાં 7.8 વર્ષનો વધારો થઈ શકે છે એટલે કે 8 વર્ષની વૃદ્ધિ થઈ શકે છે.
આ રિપોર્ટ એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) પર આધારિત છે. જેને એનર્જી પૉલિસી ઇન્સ્ટિટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં 2022ને બેઝ વર્ષ ગણવામાં આવેલ છે. જે મુજબ દિલ્હીની હવા ભારતનાં રાષ્ટ્રીય ધોરણો મુજબ 40 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર થઈ જાય તો પણ અહીંના લોકોની ઉંમર 4.3 વર્ષ વધી શકે છે. જો આખા ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ WHOનાં ધોરણો મુજબ ઓછું થઈ જાય તો સૌથી વધુ ફાયદો દિલ્હીના લોકોને થશે.
2022માં દિલ્હી ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર
રિપોર્ટમાં જણાવાયું છે કે 2022માં દિલ્હી ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું. જ્યાં સરેરાશ PM2.5નું સ્તર સરેરાશ 84.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. આ પછી બીજા નંબરે સૌથી વધુ પ્રદૂષિત રાજ્યમાં ઉત્તરપ્રદેશનો વારો આવે છે જ્યાં PM2.5 નું સ્તર 65.5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. જો કે 2022માં દિલ્હીમાં PM2.5 નું સરેરાશ સ્તર 84.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું જે અગાઉના રિપોર્ટની સરખામણીમાં થોડો સુધારો થયો છે. અગાઉના વર્ષમાં 2021ને આધાર વર્ષ ગણવામાં આવ્યું છે.
Source link