દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે અલગ-અલગ ઘટનાઓમાં અન્ડરગાર્મેન્ટ્સ અને ઈલેક્ટ્રિક ઍડપ્ટરમાં છુપાવેલું 1.3 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં 41 અને 36 વર્ષની ઉંમરના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને રિયાધથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.
દિલ્હીના IGI એરપોર્ટ પર 2 લોકોને અટકાવ્યા
કસ્ટમ વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે અધિકારીઓએ દિલ્હીના IGI એરપોર્ટ પર 2 લોકોને અટકાવ્યા હતા અને તેમની તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન એક વ્યક્તિના અન્ડરગાર્મેન્ટ્સમાં છુપાવેલ સોનાની પેસ્ટ મળી આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે તેમની પાસેથી કુલ 931.57 ગ્રામ સોનું જપ્ત કરવામાં આ્યું છે કે જેની કિંમત 68.93 લાખ રૂપિયા છે. હાલમાં બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક કેસમાં ઈલેક્ટ્રિક એડેપ્ટરમાં છુપાવેલું 300 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. એક્સ-રે સ્કેનરમાં જાણવા મળ્યું કે આરોપી પેસેન્જરે એડેપ્ટરની અંદર સોનું રાખ્યું છે.
રિયાધથી આવી હતી ફ્લાઈટ
કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરે AI-926 પર રિયાધથી આવી રહેલા એક પુરુષ પેસેન્જરને (ભારતીય) કસ્ટમ અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પર રોક્યો હતો. એક્સ-રે સ્કેનથી જાણવા મળ્યું હતું કે તેની પાસે બે સોનાની લગડીઓ છુપાવવામાં આવી હતી, જેનું વજન 300 ગ્રામ છે. તમને જણાવી દઈએ કે અગાઉ જૂન મહિનામાં પણ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક કરેલા પ્લેનના ટોઈલેટમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. તેનું વજન 5.9 કિલો હતું અને તેની કિંમત લગભગ 3.83 કરોડ રૂપિયા હતી. કસ્ટમ વિભાગે તે સોનું જપ્ત કર્યું હતું.
સોનાની થઈ રહી છે દાણચોરી
તમને જણાવી દઈએ કે વિદેશોમાંથી મોટાપાયે ભારતમાં સોનાની દાણચોરી કરવામાં આવે છે. દાણચોરો ખૂબ જ વિચિત્ર રીતે દાણચોરી કરે છે. ઘણા લોકો વિદેશથી સોનું જૂતામાં છુપાવીને લાવે છે અને પ્રાઈવેટ પાર્ટમાં પણ રાખે છે. તેઓ કસ્ટમનું ધ્યાન ભટકાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે. દિલ્હી એરપોર્ટ પર દરરોજ ખાડી દેશોમાંથી સોનાની દાણચોરીના પ્રયાસો થાય છે.
Source link