પાટણ નજીક આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ટ્રોકશનના નામે રેગિંગ કરવામાં આવતા અને તે રેગિંગ કમિટીના ધ્યાને આવતાં રેગિંગ કમિટી દ્વારા આપેલ રિપોર્ટના આધારે ધારપુર હોસ્પિટલ ખાતે અભ્યાસ કરતાં 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તાત્કાલિક ધોરણે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં જે જગ્યા ઉપર વિદ્યાર્થી બેભાન થયો હતો. તે સ્થળનું પંચનામું કરી તમામના નિવેદન મેળવી મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.
ઘટના બની તે જગ્યાનું પંચનામું કરાયું
મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી પોતાના ભવિષ્ય માટે સોનેરી સપના સેવતા વિદ્યાર્થીનું રેગિંગના કારણે મોત નીપજતાં અને તે અંગેની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જઈ જે જગ્યાએ રેગિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થી બેહોશ થયો હતો. તે સ્થળનું સ્થળ પંચનામું કરી ઉપરોકત ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
3 દિવસના રિમાન્ડ માગ્યા હતા
પકડાયેલા છાત્રોને કોર્ટમાં રજૂ કરી FSL, વિડીયોગ્રાફી, સોશિયલ મિડીયામાં થયેલી વાતચીત અને ભૂતકાળમાં આવી રેગિંગની ઘટના બની હતી કે કેમ? સહિતના સંયોગિક પુરાવા એકત્રિત કરવા માટે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તેની સામે ર્કોર્ટે એક દિવસના એટલે કે બુધવાર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પકડાયેલા વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરી બાલીસણા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા, વિદ્યાર્થી પાંખે ધારપુર ડીનને આવેદનપત્ર આપી પાંચ મુદ્દાઓની માંગણી કરી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. પોલીસે એફએસએલ, વિડીયોગ્રાફી, સોશિયલ મીડિયમાં થયેલી વાતચીત અને ભૂતકાળમાં આવી રેગિંગની ઘટના બની છે કે કેમ તેવા મુદ્દાઓને લઈ રિમાન્ડની માંગણી કરી
Source link