સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર કટારીયા ચેકપોસ્ટે ખાણ ખનીજનો કલાર્ક અને સીકયોરીટી ગાર્ડ રૂપીયા 1 હજારની લાંચ લેતા અને ચોટીલા સર્કલ ઓફીસર રૂપીયા 40 હજારની લાંચ લેતા મંગળવારે ઝડપાયા હતા. ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે 1 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે એસીબીએ કરેલા ર સફળ ઓપરેશનમાં ત્રણ આરોપીઓને લાંચ લેતા ઝડપી લીધા હતા. જેમાં ડમ્પરમાં હેરાનગતી નહી કરવા બાબતે ખાણ ખનીજ વિભાગનો કલાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ અને સીકયોરીટી ગાર્ડ ગીરીશ હીરાભાઈ ઝાલા રૂપીયા 1 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. જયારે વણ વહેંચાયેલી જમીનના દસ્તાવેજમાં વેચનારનું નામ કમી કરવા અને વેચાણ લેનારનું નામ ગામ નમુના નં. 6માં ઉમેરવા બાબતે રૂપીયા 40 હજારની લાંચ લેતો સર્કલ ઓફીસર જીગ્નેશ પાટડીયા ઝડપાયો હતો. ત્યારે એસીબી ટીમે ત્રણેય આરોપીને બુધવારે સાંજે કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં લીંબડીમાં કોર્ટમાં કલાર્ક અને સીકયોરીટી ગાર્ડને રજુ કરાતા સરકારી વકીલ વાય.જે.યાજ્ઞીકની દલીલોને આધારે કોર્ટે બન્નેના એક દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ચોટીલા કોર્ટે સર્કલ ઓફીસરને પણ એક દિવસના પોલીસ રીમાન્ડમાં મોકલી આપ્યો છે.
Source link