દસાડા પોલીસને વડગામથી દસાડા તરફ આવતી સુપર કેરીમાં પ્રતીબંધીત ચાઈનીઝ દોરી હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં આદરીયાણાના શખ્સને રૂપીયા 48 હજારની ચાઈનીઝ દોરી અને વાહન સહિત રૂપીયા 1.98 લાખની મત્તા સાથે ઝડપી લેવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણનો તહેવાર આવતા મહીને આવી રહ્યો છે. જિલ્લામાં ચાઈનીઝ દોરી અંગેના પ્રતીબંધનું જાહેરનામુ અમલમાં છે. તેમ છતાં વેપારીઓ છાનાખુણે ચાઈનીઝ દોરીનો સંગ્રહ અત્યારથી કરવા લાગ્યા છે. ત્યારે દસાડા પોલીસે ચાઈનીઝ દોરી સાથે 1ને ઝડપી લીધો છે. મળતી માહીતી મુજબ દસાડા પીએસઆઈ એન.એ.ડાભી, જે.બી.વાળા, નીલેશભાઈ રથવી સહિતનાઓને બુધવારે રાત્રે પેટ્રોલીંગ દરમીયાન વડગામથી દસાડા તરફ આવતા સુપર કેરીમાં પ્રતીબંધીત ચાઈનીઝ દોરી હોવાની માહીતી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી સુપર કેરી આવતા તેને રોકી તપાસ કરાતા તેમાં ચાઈનીઝ દોરીના બોકસ હતા. આથી પોલીસે દસાડા તાલુકાના આદરીયાણા ગામના દશરથ વીરજીભાઈ રાવળને રૂપીયા 48 હજારની કિંમતના 480 ચાઈનીઝ દોરીના ટેલર અને રૂપીયા 1.50 લાખની સુપર કેરી સહિત રૂપીયા 1.98 લાખની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તે ચાઈનીઝ દોરી કયાંથી લાવ્યો હતો અને દસાડામાં કોને કોને આપવાનો હતો તે દીશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Source link