NATIONAL

Rajasthan: સીકરમાં ભયંકર અકસ્માત, બસમાં સવાર 10ના મોત, 33 લોકો ઇજાગ્રસ્ત

રાજસ્થાનના સીકરમાં મંગળવારે બપોરે એક ભયાનક અકસ્માત થયો. જિલ્લાના લક્ષ્મણ ગઢ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી પ્રાઇવેટ બસ લક્ષ્મણ ગઢ પુલ પર અનિયંત્રિત થઇ ગઇ. જોત જોતામાં તો બસ આખી સ્પીડમાં પુલની દિવાલ સાથે અથડાઇ ગઇ. જેમાં ડ્રાઇવર સાઇડનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયો. કહેવામાં આવી રહ્યુ છે કે બસમાં 40 લોકો સવાર હતા. જેમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. 

10 લોકોના મોત

લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશનના એએસઆઈ રામદેવ સિંહે જણાવ્યું કે મુસાફરોથી ભરેલી બસ સાલાસરથી નવલગઢ જઈ રહી હતી. સ્પીડમાં આવતી બસે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 5 મુસાફરોના હોસ્પિટલમાં મોત થયા હતા. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 33 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને લક્ષ્મણગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યા હતા.

3ની હાલત ગંભીર 

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસ પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી અને પુલ સાથે અથડાઈ હતી. લક્ષ્મણગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ગંભીર રીતે ઘાયલોને સીકરની કલ્યાણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર છે.

નેતાઓએ વ્યક્ત કર્યુ દુઃખ

નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટિંગ ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button