ચોટીલા તાલુકાના પીપરાળી, કંથારિયા તેમજ સુરેન્દ્રનગર શહેરના રતનપર અને પતરાવાળી ચોકમાં પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા હતા.
ચોટીલા પોલીસના ધનરાજસીંહ, છગનભાઈ ભરવાડ, ડી.કે.ડોડીયા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન પીપરાળી ગામે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા વાઘા મેરાભાઈ અણીયાળીયા, બાબભાઈ વાસ્કુરભાઈ ખાચર, માવજી જેરામભાઈ કોકીયા, ખોડા શીવાભાઈ કોકીયા, ભાવુ નારાયણભાઈ કાવેઠીયા અને કરમશી શાર્દુળભાઈ ઓળકીયા રોકડા રૂ.12,400 સાથે ઝડપાયા હતા. જયારે ચોટીલાના કંથારિયા ગામે નાની મોલડી પોલીસ ટીમે જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં હરેશ જેરામભાઈ ધોરીયા, જયંતી મેરાભાઈ ધોરીયા અને અશોક જેરામભાઈ રાણેસરા રોકડા રૂ. 2,400 સાથે ઝડપાયા હતા. અને જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમના મીતભાઈ મુંજપરા સહિતનાઓને પેટ્રોલિંગમાં તારામણી કોમ્પલેક્ષ પાસે રેલવે પાટા નજીક મેલડી માતાજીના ઓટે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દુધરેજનો દલા માલાભાઈ લકુમ અને મુળી તાલુકાના ગોદાવરીનો ખોડા ભુપતભાઈ પાદેવડીયા રોકડા રૂ. 350 સાથે વરલીનો જુગાર રમતા પકડાયા હતા. બન્ને શખ્સોની પુછપરછમાં તેઓ રતનપર આલ્ફા સ્કુલ પાસે રહેતા રવિ ભુદરભાઈ પરમાર પાસે કપાત કરાવતા હોવાનું સામે આવતા ત્રણેય સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રવી પરમારને ઝડપી લેવા વધુ તપાસ અમીતભાઈ મહેતા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં વરલી મટકાનો જુગાર રમતો સોમનાથ પાર્કમાં રહેતો રવીરાજસીંહ પ્રવીણસીંહ ઝાલા રોકડા રૂ. 1,210 સાથે ઝડપાયો હતો.
Source link