- ચંદુ બનીને કાર્તિક આર્યન ફરી શ્રોષ્ઠ અભિનેતાનો ખિતાબ જીતી ગયા
- મેલબોર્નમાં એકઠા થયેલા સેંકડો લોકોએ પણ ફિલ્મ ફેસ્ટિવલની મજા માણી
- ચંદુ ચેમ્પિયન ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે ફ્લોપ રહી, પરંતુ વિશ્વભરમાં કાર્તિક આર્યનના અભિનયની પ્રશંસા થઈ
ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 15મી ઓગસ્ટની આસપાસ ‘ધ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન’ (આઇએફએફએમ)નું આયોજન થતું હોય છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં વર્ષ 2024માં અભિનેતા વિક્રાંત મૈસીની ફિલ્મ 12Th Failને સર્વશ્રોષ્ઠ ફિલ્મના પુરસ્કારથી નવાજવામાં આવી છે. અભિનેતા કાર્તિક આયર્ન સર્વશ્રોષ્ઠ અભિનેતાનો ખિતાબ જીતી ગયા છે. સૌથી અનોખી ફિલ્મના રૂપમાં દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમરસિંહ ચમકીલા’ પસંદ થઈ છે. રામચરણ અને એ.આર.રહેમાનની ઉપસ્થિતિએ ફિલ્મ ફેસ્ટિવલને ચાર ચાંદ લગાવી દીધા હતા. મેલબોર્નમાં એકઠા થયેલા સેંકડો લોકોએ પણ ફિલ્મ ફેસ્ટિવલની મજા માણી. ભારતીય ફિલ્મ કલાકારોની એક ઝલક જોવા પ્રશંસકો બેતાબ હતા. ફિલ્મ ફેસ્ટિવલમાં કાર્તિક આર્યનની હાજરીને જોતાં જ લોકો અંદાજ લગાવવા લાગ્યા હતા કે આ વર્ષે શ્રોષ્ઠ અભિનેતાનો ખિતાબ તેઓ જીતી જશે.
ચંદુ ચેમ્પિયન ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે ફ્લોપ રહી, પરંતુ વિશ્વભરમાં કાર્તિક આર્યનના અભિનયની પ્રશંસા થઈ. કાર્તિક આ પેઢીના એવા કલાકાર છે કે જેમણે કોઈ મોટા ગ્રૂપમાં સામેલ થયા વિના પોતાનું સ્થાન જાતે બનાવ્યું છે. ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી પાર્વતી થિરુવોથૂ ( ઉલ્લોઝુક્કૂ ફિલ્મ)ને સર્વશ્રોષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી નવાજવામાં આવી હતી.
ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રોષ્ઠ ડાયરેક્ટરનો પુરસ્કાર કબીર ખાન (ફિલ્મ ચંદુ ચેમ્પિયન) અને નિથિલન સ્વામિનાથન (ફિલ્મ મહારાજા)ને સંયુક્તપણે એનાયત થયો હતો. ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરીની જાહેરાત નહોતી થઈ, પરંતુ જ્યૂરીએ ફિલ્મ 12વી ફેલને સર્વશ્રોષ્ઠ ફિલ્મ તરીકે પસંદ કરી હતી અને કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ક્રિએટિવ ચોઇસ કેટેગરીની શ્રોષ્ઠ ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવી હતી.
Source link