ENTERTAINMENT

Bollywood: ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ બાદશાહ સામે 15 હજારનો મેમો ફાટયો

હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસે રેપર બાદશાહની માલિકીની થાર ગાડી પર 15,500 રૂપિયાનો મેમો જારી કર્યો છે. થાર ગાડી રોંગ સાઈડમાં જઈ રહી હતી. આ થાર કાર બાદશાહની માલિકીની નથી. ટ્રાફ્કિના નિયમો તોડવા બદલ પોલીસે 3 કલમ લગાવી છે.

બાદશાહ ગુરુગ્રામના સેક્ટર-68માં કરણ ઔજલાના કોન્સર્ટમાં આવ્યો હતો. આ દરમિયાન તેમના કાફ્લામાં સામેલ વાહનો રોંગ સાઈડથી લઈ જવામાં આવી રહ્યાં હતાં. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફેર્મ X પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. આ પોસ્ટ વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પાણીપતના એક યુવકના નામે થાર નોંધાયેલી છે. ગુરુગ્રામ ટ્રાફ્કિ-પોલીસે 16મી ડિસેમ્બરે થાર વાહન પર 15,500 રૂપિયાનું ચલણ જારી કર્યું હતું. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાદશાહ જે કાળા રંગની થાર કારમાં મુસાફરી કરી રહ્યો હતો એ પાણીપતના યુવકના નામે નોંધાયેલી છે. ગુરુગ્રામ પોલીસે પણ જવાબ આપ્યો અને કહ્યું હતું કે પોલીસે આ વાહનોને ખોટી દિશામાં ચલાવવા બદલ મેમો આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસે વાહનમાં સંગીત વગાડવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું અને બેફમ ડ્રાઈવિંગ કરવા સામે કાર્યવાહી હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button