GUJARAT

નાના અંકેવાળિયા સેવાસેતુનો 1782 લોકોએ લાભ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં લખતરના નાના અંકેવાળીયામાં શુક્રવારે સેવાસેતુ યોજાયો હતો. જેમાં નાના અંકેવાળીયા ઉપરાંત આસપાસના 15ગામોના 1782ના લોકોના વીવીધ સરકારી કામો ઘર આંગણે થયા હતા.

રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દસમા તબક્કાના સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. સરકાર દ્વારા લોકોના કામ સરળતાથી થઈ શકે તે માટે ગ્રામ્ય પંથકોમાં પણ સેવા સેતુ યોજાય છે. ત્યારે શુક્રવારે લખતર તાલુકાના અંકેવાળીયા ગામે 15ગામોના સેવાસેતુનું આયોજન કરાયુ હતુ. જેમાં ગામના સરપંચ રતીલાલ પટેલ, તલાટી વનરાજસીંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, મામલતદાર એચ.આર.પરમાર, ટીએચઓ હાર્દીક ચૌહાણ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. લખતર તાલુકાના અંકેવાળીયા, ઝમર, કડુ, કળમ, બજરંગપુરા, લરખડીયા, સદાદ, મોઢવાણા, કેસરીયા, પેઢડા, ઘણાદ, વણા સહિતના ગામોના લોકોને સેવાસેતુમાં વીવીધ સેવાઓ અપાઈ હતી. લોકોના આવક-જાતીના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, કમી, સુધારો, ઈ-કેવાયસીની કામગીરી, આધારકાર્ડ, પીએમજેએવાયમાં અરજી, કૃષી, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદીજાતી વિકાસ વિભાગ, બસ કનેકશન પાસ, ગંગાસ્વરૂપા આર્થીક સહાય, નીરાધાર વૃધ્ધ સહાય સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરાયુ હતુ. અને આંગણવાડીના બાળકોને લંચબોકસ વીતરણ કરાયુ હતુ. જયારે આ તકે ગામના તળાવ પર વૃક્ષારોપણ પણ કરાયુ હતુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button