NATIONAL

Mumbai: બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ? 2 આરોપી ઝડપાયા

મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. જો કે પોલીસ હજુ પણ તેના દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે.

બિશ્નોઇ ગેંગનો હાથ ?

આરોપીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે તેઓ પંજાબની જેલમાં કેદ હતા, જ્યારે તેઓ બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા.આ ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપી પંજાબની જેલમાં એકસાથે કેદ હતા. ત્યાં શૂટરોની ઓળખ પહેલાથી જ જેલમાં બંધ બિશ્નોઈ ગેંગના સભ્યોમાંથી થઈ હતી. જેના કારણે ત્રણેય આરોપીઓ બિશ્નોઈ ગેંગમાં જોડાયા હતા. આ પછી આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી લીધી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

આરોપીઓએ ભાડે લીધુ હતું મકાન

હત્યા બાદ શૂટરો 50,000 રૂપિયા એકબીજામાં વહેંચવાના હતા, પરંતુ મુંબઈ પોલીસે તેઓને પહેલા જ પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન શૂટરોએ એ પણ જણાવ્યું કે એક મહિના પહેલા (2 સપ્ટેમ્બરે) શૂટરોએ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડેથી એક ઘર લીધું હતું. આ માટે દર મહિને 14 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવતું હતું.

બે આરોપી ઝડપાયા

મળતી માહિતી મુજબ બાબા સિદ્દીકીને ત્રણ-ચાર ગોળી વાગી હતી પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સ્પષ્ટ થશે. મુંબઈ પોલીસે બાબા સિદ્દીકીની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. પ્રથમ આરોપી કરનૈલ સિંહ હરિયાણાનો રહેવાસી છે અને ધર્મરાજ કશ્યપ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

ક્રાઇમ બ્રાંચ જોડાઇ તપાસમાં

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પણ આવી જ રીતે ભાડાના મકાનમાં રહીને રેકી કરતા હતા અને પછી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ કેસની તપાસને આગળ ધપાવીને ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો ઉજ્જૈન (મધ્યપ્રદેશ), દિલ્હી અને હરિયાણા જવા રવાના થઈ ગઈ છે.

જાણો કેવી રીતે બની ઘટના?

  • બાબા સિદ્દીકી 9.15ની વચ્ચે ઓફિસથી નીકળ્યા હતા.
  • મળતી માહિતી મુજબ જ્યારે ફાયરિંગ થયું ત્યારે બાબા સિદ્દીકી પોતાની ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા.
  • ફટાકડા ફોડતી વખતે અચાનક કારમાંથી ત્રણ લોકો બહાર આવ્યા.
  • આ ત્રણેય લોકો મોં પર રૂમાલ બાંધીને આવ્યા હતા. આ પછી તેણે બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી તેની છાતી અને પેટમાં વાગી હતી.
  • બાબા સિદ્દીકીની ઓફિસ નજીક રામ મંદિર પાસે ફાયરિંગ થયું હતું.
  • બાબા સિદ્દીકીના સહયોગીને પગમાં ગોળી વાગી હતી.
  • ગોળી વાગવાથી બાબા સિદ્દીકી પડી ગયા હતા. આ પછી લોકોએ તેને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
  • પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવા પણ સમાચાર છે કે પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.
  • બાબા સિદ્દીકી પર ફાયરિંગની માહિતી મળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે હોસ્પિટલ પ્રશાસન પાસેથી ફોન પર માહિતી લીધી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button