મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનમાં બે વ્યકિતના મોત થયા છે જેમાં ઊંઝા અને વિજાપુરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે.ઊંઝાની ઉનાવા-ઐઠોર ચોકડી પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત થયું છે.સાથે સાથે સાયકલ સવાર વેલાજી ઠાકોરનું મોત થયું છે.વિજાપુરના વડાસણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે,રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
બે વ્યકિતના મોત
મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનમાં અલગ-અલગ 2 વ્યકિતના મોત થયા છે.જેમાં ઉંઝા અને વિજાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે.ઉનાવા-ઐઠોર ચોકડી પર વૃદ્ધને અજાણ્યો વાહનચાલક અડફેટે લઈને ફરાર થયો છે અને બીજા ઘટના વિજાપુરમાં બની છે જેમાં સાયકલ ચાલકની અડફેટે એક વ્યકિતનું મોત થયું છે.પોલીસે બન્ને અલગ-અલગ ઘટનાઓમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે અને મૃતકોરના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
એક મહિના અગાઉ હીટ એન્ડ રનમાં એક મહિલાનું મોત
ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મહેસાણા પરત ફરતા સમયે પોલીસકર્મીઓને અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર પોલીસકર્મીઓને ટક્કર મારી હતી. વિપુલ ચૌધરી, મનીષા મકવાણા નામના પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી મહિલા પોલીસકર્મીને હેમરેજ થતાં સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે સારવાર દરમિયાન મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતુ.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
Source link