સિદ્ધપુરના મેથાણ ગામમાં એક પશુપાલક પોતાના કુલ 50 બકરીઓ અને બકરાઓ ચરાવી ઘરે પરત લાવ્યો હતો. તેના થોડાક જ સમય બાદ બકરાંની તબિયત લથડી હતી. જેમાંથી 15 બકરીઓ અને 5 બકરાઓ બેથી ત્રણ દિવસના સમયગાળામાં મોતને ભેટયા હતા તો અન્ય અસરગ્રસ્ત બકરાંની પશુ તબીબ દ્ધારા સારવાર શરૂ કરવામાં આવી હતી.
સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં રાવલવાસ ખાતે રહેલા વિનોદ મંગાજી રાવળ પશુપાલનમાં બકરી અને બકરાઓનો વ્યવસાય કરે છે. જેઓ થોડાક દિવસો અગાઉ પોતાના કુલ 50 જેટલા બકરીઓ અને બકરાઓને ચરાવવા માટે ઓળા ખાતે ઘાસ ખાવા લઈ ગયા હતા. બકરાંને ચરાવીને ઘરે પરત લાવ્યા બાદ થોડાક જ સમયમાં 15 બકરીઓ અને 5 બકરાઓને હોઈ ફીવર થતાં સ્થાનિક ખાનગી ર્ડાકટરને જાણ કરતા વેટરનરી ર્ડાકટરે દવા આપી હતી. પરંતુ બકરીઓ અને બકરાઓ હુંકાર કરી, જીભ કાઢી અને ચક્કર ખાઈ નીચે પડી જતા હતા અને આ દરમ્યાન કેટલાક મૃત્યું પામ્યા હતા. જે બાદ 30 બકરીઓ અને બકરાઓની પણ આવી હાલત જોતા વિનાદે રાવળ ચિંતામાં મૂકાયા હતા. ત્યારબાદ બકરીઓ અને બકરાઓની ગંભીર હાલત જોતા તાત્કાલિક કાકોશી આરોગ્ય વિભાગને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા અને કાકોશી આરોગ્ય વિભાગના ડૉ.જીગરભાઈ ચૌધરી પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કુલ 28 બકરીઓ અને બકરાઓને પ્રાથિમક તપાસ કરી જે બકરીઓ અને બકરાઓનું સ્વાસ્થ્ય સારું હોવાનું માલુમ પડતા તેઓને બીમાર બકરીઓથી અલગ રાખવાનું જણાવ્યું હતું. જે બાદ ડૉ.જીગર ચૌધરીએ પોતાની ટીમ સાથે 24 બકરીઓ અને 4 બકરાઓ પ્રાથમિક તપાસમાં વાયરસની અસર હોવાની શંકા જણાઈ આવી હતી. જેથી એન્ટીબાયોટીક દવા આપી તાવનું સઘન નિદાન કરી તમામને જીવનદાન આપ્યું હતુ. વેટરનરી ર્ડાકટરે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ-ચાર બીમાર બકરીઓ અને એક સ્વસ્થ્ય બકરીનું લેબોરેટરી સેમ્પલ લઈ લીધું છે. જેને દાંતીવાડા ખાતે મોકલી આપી તેનું સચોટ કારણ જાણી શકાશે.
અસરગ્રસ્ત બકરાંના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ બીમારી વિશે સચોટ જાણકારી મળશે
અસરગ્રસ્ત તમામ બકરાંની લેબોરેટરી ટેસ્ટ કરાવીને લેબોરેટરી રિપોર્ટ દ્વારા બીમારીથી થતા મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે તેમજ તમામની હજુ બે ત્રણ દિવસ સારવાર ચાલુ જ રાખવામાં આવે અને એક મૃતક પશુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે તેવું ર્ડા.જીગર ચૌધરીએ જણાવ્યું હતુ. આ ઉપરાંત જણાવ્યું હતું કે, અગાઉ મૃત પામેલ બકરીઓ અને બકરાઓને જ્યાં નાખવામાં આવ્યા હતા ત્યાં જઈને જોતા માલુમ પડયું હતું કે સ્થળ ઉપર છ જેટલા મૃતદેહ મળ્યા હતા. જે અઠવાડીયા તેમજ દશ દિવસ અગાઉના હતા.
પશુપાલન કરીને મારા પરિવારનું ગુજરાન ચાલે છે : વિનોદ રાવલ, પશુપાલક
બકરીઓ અને બકરાઓના માલીક વિનોદ રાવળે જણાવ્યું હતું કે, મારે કુલ 50 બકરીઓ અને બકરાઓ છે જેનાથી હું માર પરિવારનું ગુજરાન ચલાવું છું. અઠવાઠીયા અગાઉ તમામને ચરાવવા લઈ ગયો હતો. જયાંથી પરત આવતા થોડાક જ કલાકમાં તમામની હાલત કથળી હતી જેથી સ્થાનિક ખાનગી ર્ડા.મુકેશભાઈને જણાવ્યું હતું. જેથી તેઓએ તાવની દવા આપી હતી પરંતુ થોડા જ દિવસોમાં 15 બકરીઓ અને 5 બકરાઓ હુંકાર કરી જીભ કાઢીને ચક્કર ખાઈ નીચે પડી મૃત્યુ પામ્યા હતા.
Source link