દરેક ગામોને ODF પ્લસ મોડેલ જાહેર કરવાના ઉમદા હેતુસર ગામોને શહેર જેવી સુવિધા મળી રહે અને ગામો સુંદર અને સ્વચ્છ બને તે અંગે સરકારશ્રી પ્રતિબદ્ધ છે. ત્યારે ભારત સરકારના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા (ઉપભોકતા બાબતો,ખાદ્ય અને સાર્વજનીક વિતરણ મંત્રાલય અને સાંસદ ભાવનગર)ના વરદ હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ૨૧ ઇ રીક્ષાના લોકાર્પણનો કાર્યક્રમ બોટાદ જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયો હતો.
કચરાનો થશે યોગ્ય નિકાલ
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અન્વયે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગ્રામ્યકક્ષાએ ડોર ટુ ડોર કચરાના કલેક્શન અંગે રૂ. ૪૬.૨૦ લાખના ખર્ચે કુલ ૨૧ ઈ-રીક્ષાનું લોકાર્પણ કરાયું હતું, જેમાં અનુક્રમે બરવાળા તાલુકાના ૦૩ ગામોમાં, બોટાદ તાલુકાના ૦૫ ગામોમાં, ગઢડા તાલુકાના ૦૮ ગામોમાં અને રાણપુર તાલુકાના ૦૫ ગામોમાં ગ્રામ પંચાયતોને ઈ-રીક્ષાનું વિતરણ કરાયું હતું.
સેગ્રીગેશન સાઈટ સુધી લઈ જવા સરળતા રહે
આ ઈ-રીક્ષામાં ડીઝલ/પેટ્રોલ/CNGની જરૂર પડતી ન હોવાથી ગ્રામ્ય કક્ષાએ અનુકુળતા રહે છે. ડોર ટુ ડોર કલેક્શન માટે ઇલેક્ટ્રિકલ સાધનના ઉપયોગથી પ્રદુષણ ઉત્પન ન થતું હોવાથી પર્યાવરણને નુકશાન થતું નથી.સુકા અને ભીના કચરાને સેગ્રીગેશન સાઈટ સુધી લઈ જવા સરળતા રહે છે. ઇલેક્ટ્રિક સાધનની જાળવણી અને નિભાવણીમાં ખર્ચ ઓછો થાય છે. ઈ રીક્ષા લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ જિલ્લા ઈન્ચાર્જ કલેક્ટર અક્ષય બુડાનિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source link