GUJARAT

Ahmedabad: સપ્ટે.માં 4 પ્લોટની હરાજીથી 236 કરોડની આવક

AMC દ્વારા સપ્ટેમ્બરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પ્લોટની હરાજી કરાઈ હતી, જેમાં 235 કરોડ, 99 લાખની આવક થશે. ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં AMCના પ્લોટની હરાજી કરીને રૂ. 500 કરોડ એકત્રિત કરવાના લક્ષ્યાંક નક્કી કરાયો હતો.

સપ્ટેમ્બર મહિનામાં 4 પ્લોટની હરાજી મારફતે રૂ. 236 કરોડની આવક થવાને પરિણામે બજેટમાં નિર્ધારીત આવક પૈકી લગભગ 50 ટકા લક્ષ્યાંક હાંસલ થયો છે. AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના 22 જેટલા પ્લોટની હરજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ હેતુસર ઓફર મંગાવવામાં આવી હતી. AMCના પ્લોટોની હરાજી માટે પક્ષકારોને આકર્ષવા માટે પ્લોટોને ડેવલપમેન્ટ રાઈટ્સથી આપવાનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનો અમલ કરાઈ રહ્યો છે.

શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સૌથી મહત્વની જગ્યાએ આવેલા પ્લોટની હરાજી માટે પ્રતિ ચો.મી. રૂ. 3.07 લાખની ઓફર કરવામાં આવી હતી અને આ પ્લોટના વેચાણથી AMCને રૂ. 143 કરોડની આવક થશે. નિકોલનાપ્લોટ માટે પ્રતિ .ચો.મી. રૂ. 86,000ની ઓફર કરાઈ હતી અને નિકોલના પ્લોટની હરાજી મારફતે રૂ. 49.37 કરોડની આવક થશે. મોટેરાના પ્લોટ માટે પ્રતિ ચો.મી.ની રૂ. 1.57 લાખની બોલી બોલાઈ હતી અને મોટેરાના પ્લોટના વેચાણથી રૂ. 15.11 કરોડની આવક થશે. જ્યારે મકરબામાં જુદા જુદા 3 પ્લોટ માટે પ્રતિ ચો.મી.ના રૂ. 75,000ની ઓફર આવી હતી અને ત્રણ પ્લોટના વેચાણને લીધે મ્યુનિ.ને રૂ. 28.49 કરોડની આવક થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button