દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મહિલા યાત્રી પાસેથી તાજેતરમાં લોન્ચ થયેલા નવા 26 આઇફોન 16 પ્રો મેક્સ ડિવાઇસ જપ્ત કર્યા છે.
કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ મહિલા હોંગકોંગથી દિલ્હી આવી હતી. આ મહિલાની ઉંમર 30 વર્ષની આસપાસ હતી. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર મહિલાની તપાસ કરવામાં આવતા તેની બેગમાંથી ટિસ્યુ પેપરમાં છુપાવેલા 26 આઇફોન 16 પ્રો મેક્સ મળી આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. તપાસ કરવામાં આવી રહી છે કે આ મહિલા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દાણચોરી કરતી સિંડિકેટનો ભાગ છે કે કેમ? કસ્ટમ વિભાગે જારી કરેલા નિવેદન અનુસાર ક્સ્ટમ એક્ટ, 1962ની કલમ 110 હેઠળ આઇફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા 26 આઇફોનની કુલ કિંમત મૂલ્ય 30,66,328 રૂપિયા આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આઇફોન 16 પ્રો મેક્સ એપલનો લેટેસ્ટ ફોન છે. જે ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા 26 આઇફોનનું કુલ બજાર મૂલ્ય 37 લાખ રૂપિયા આંકવામાં આવ્યું છે.
ટીશ્યુ પેપરમાં વીંટાળેલા 26 iPhone મળી આવ્યા
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એક મહિલા મુસાફરને આઈફોનની દાણચોરીના મામલામાં પકડવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના વેનિટી બોક્સમાંથી 26 આઈફોન મળી આવ્યા હતા. આ તમામ 16 પ્રો મોડલના હતા. કોઈને શંકા ન થાય તે માટે, તેઓને ટીશ્યુ પેપરમાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા.
15 કરોડની કિંમતનું કોકેઈન ઝડપાયું
જ્યારે બીજા કિસ્સામાં દમ્મામનો એક પ્રવાસી ઝડપાયો હતો. મુસાફરે ચતુરાઈ બતાવીને મોબાઈલના બેટરી સ્લોટમાં 200 ગ્રામ સોનું છુપાવી દીધું હતું. ત્રીજો મામલો એક આફ્રિકન પ્રવાસીનો છે જે અદીસ અબાબાથી દિલ્હી પહોંચ્યો હતો. મુસાફર પાસેથી 1014 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. કસ્ટમ અધિકારીનું કહેવું છે કે તેની કિંમત અંદાજે 15.21 કરોડ રૂપિયા છે.
Source link