સુરતમાં નકલી નોટો સાથે ત્રણ ગઠિયાઓની ધરપકડ સારોલી પોલીસે કરી છે,આરોપીઓ પાસેથી અઢી કરોડની નકલી નોટો પોલીસે ઝડપી પાડી છે.ત્રણ બેગમાં અઢી કરોડ નકલી નોટો જોઈ પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,આરોપીઓની તપાસમા સામે આવ્યું છે કે,ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ફ્રોડ કરવામાં આવતું હતુ અને મુંબઈથી આરોપીઓ આ સમગ્ર કૌંભાડ ચલાવતા હતા.
સારોલી પોલીસે ત્રણ ગઠીયાઓની કરી ધરપકડ
સારોલી પોલીસને બાતમી મળી હતી કે સુરતમાં ત્રણ આરોપીઓ નકલી નોટો સાથે આવી રહ્યાં છે ત્યારે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,મુંબઈમાં નોટો છાપવાની અને સુરતમાં આવીને નોટો આપવાનું કામ આરોપીઓ કરતા હતા,આરોપીઓ બેંક સહિતની જગ્યાએ છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે,નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી અને બંડલની વચ્ચે બનાવટી નોટ મૂકીને અન્ય લોકોને પધરાવી દેતા હતા.
આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે સાથે સાથે આરોપીઓ સુરતમાં કોને આ ચલણી નોટો આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથધરી છે ત્યારે સુરતમાં અન્ય કોણ આરોપીઓ આ કૌંભાડમાં સંકળાયેલા છે તેને લઈ તપાસ હાથધરી છે,મહત્વનું છે કે,આરોપીઓએ અગાઉ પણ મુંબઈમાં આ રીતે નકલી ચલણી નોટો પધરાઈ હોઈ શકે છે,અને પોલીસ આ મામલે વધુ રિમાન્ડ માંગશે અને ઉંડાણપૂર્વક આરોપીઓની પૂછપરછ પણ કરી છે,નોટો કયા છાપતા હતા તે દિશામાં તપાસ તેજ કરી છે.
ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ
મળતી માહિતી અનુસાર, સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે (14મી ડિસેમ્બર) સાંજે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની જડતી લેતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા.પોલીસે ત્રણેય પાસેની બેગની જડતી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા. બેન્કમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય તે રીતે મળેલા આ બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મુકેલી હતી.
Source link