શહેરના ઇજનેર બ્રીજ પ્રોજેકટ અંતર્ગત ખોખરા થી સી.ટી.એમ. ચાર રસ્તા તરફ્ હાટકેશ્વર જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રીજ તેમજ એ.એમ.ટી.એસ. ટર્મિનલ બનાવવાના કામમાં થયેલા ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ થયેલા એએમસીના ડેપ્યુટી સીટી ઇજનેર મનોજકુમાર જયંતીલાલ સોલંકી વિરુધ્ધ એ.સી.બી. દ્રારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરાઈ હતી
જેમાં તેમના વિરુધ્ધની પ્રાથમિક તપાસ દરમ્યાન તા.01/04/2010 થી તા.30/11/2019 સુધીની આવક, રોકાણ અને ખર્ચની વિગતો, દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓની વિગત તથા વિવિધ સરકારી કચેરીમાંથી દસ્તાવેજી માહિતી મેળવીને તપાસ કરતા આવક કરતા 171.73 ટકાની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવક .1,74,31,883 ની સામે રૂ.2,99,36,580ની અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાયેલ છે. તેમના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચેક પિરીયડ સમયગાળા દરમ્યાન સવા બે કરોડ રોકડમાં જમા થયા હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. આરોપી મનોજ સોલંકીએ કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવ્યા હોવાનુ ખુલ્યુ છે.
Source link