GUJARAT

Dwarkaના ઓખા જેટી બંદર પર ચાલુ કામે ક્રેન તૂટતા 3 શ્રમિકના મોત

દ્વારકાના ઓખા જેટી ઉપર ચાલુ કામ દરમિયાન ક્રેન તૂટવાની ઘટના બની છે જેમાં 3 કામદારોના ઘટના સ્થળે મોત થયા છે જયારે એક શ્રમિક ટ્રેનની વચ્ચે દબાયો હતો જેમાં કોસ્ટગાર્ડ તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂની કામગીરી હાથધરવામા આવી હતી સમગ્ર ઘટનાને લઈ અન્ય શ્રમિકોમાં રોષની લાગણી જોવા મળી છે.છેલ્લા અંદાજિત એકાદ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે.

ઓખા બંદરની જેટી પર દુર્ઘટના

ઓખા બંદરની જેટી પર આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં કામ ચાલુ હતુ તે દરમિયાન અચાનક ક્રેઈનનો ભાગ ધરાશાયી થયો અને ત્રણ શ્રમિકો દરિયામાં પડયા હતા જેમાં બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા છે જયારે અન્ય એક શ્રમિકને સારવાર હેઠળ ખસેડયો પણ તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.જેટી ઉભી કરવાના કામ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી,ઓખા મરીન પોલીસે હાથધરી તપાસ.

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા

સમગ્ર ઘટનાને લઈ પોલીસ તેમજ તંત્ર દ્વારા તપાસ હાથધરવામાં આવી છે તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતમાં ઓખા મરીન પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ હાથધરી છે.જેમાં મૃત્યુ પામનાર 1-જીતેન કરાડી – એમપી ઉમર 23 વર્ષ,2- અરવિંદ કુમાર યુપી ઉંમર 24 વર્ષ છે.પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.આ ઘટના અચાનક કઈ રીતે બની તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.

પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો 

પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે તેમજ અન્ય શ્રમિકોના નિવેદન લેવામાં પણ આવી રહ્યાં છે,ત્યારે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે તપાસનો વિષય છે,મૃતકોના પરિવારજનોને હાલમાં કોઈ વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી નથી.અન્ય શ્રમિકોની માંગ છે કે પરિવારજનોને વળતર ચૂકવવામાં આવે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button