એક બાજુ દિલ્હીમાં શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. સાગરપારા પોલીસ સ્ટેશનના ખયરતલા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. મામુન મોલ્લાના ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. મૃતકોની ઓળખ મમુન મોલ્લા, સકીરુલ સરકાર અને મુસ્તાકીન સેખ તરીકે થઈ છે. મુસ્તાકિન શેખ મહતાબ કોલોની અને સાકીરુલ સરકાર ખયરતલા વિસ્તારનો રહેવાસી છે.
આ ત્રણેય યુવકો રાત્રિના અંધારામાં સંતાડીને બોમ્બ બનાવી રહ્યા હતા
આ ત્રણેય યુવકો રાત્રિના અંધારામાં સંતાડીને બોમ્બ બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસ રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેઓ ઘરની બહાર આવ્યા અને મામુનના ઘરને આગ લાગતા જોઈને પોલીસને બોલાવી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. હવે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા? પોલીસને આ કેસમાં આતંકવાદી જોડાણની પણ શંકા છે.
પોલીસે સઘન તપાસ શરૂ કરી છે
મોતનો સામાન વેંચનારાઓ સાથે આવુ પણ થઇ શકે તેનો પુરાવો આ ઘટના આપી રહી છે. બોમ્બ બનાવતી વખતે ઘટના સ્થળે જ કાન ફાડી નાંખે તેવો વિસ્ફોટ થતાની સાથે જ 3 લોકોના મોત થયા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ત્યાં રહેલા લોકોમાં ભયનો માહોલ છે. લોકો અચાનક આગ લાગતા અને વિસ્ફોટનો અવાજ સાંભળતાજ ફફડી ઉઠ્યા હતા.
Source link