ગોંડલ યાર્ડમાં ચાઇનાનું લસણ જોવા મળ્યું છે. ચાઈના લસણના 30 કટ્ટા ગોંડલના માર્કેટ યાર્ડમાં ઉતાર્યા છે. આ કટ્ટામાં અંદાજીત 600 કિલો જેટલું લસણ છે. ચાઇનાના લસણને લઇ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ભારતમાં ચાઇના લસણ પર પ્રતિબંધ છે
ચાઇના લસણ આવતા ગોંડલ યાર્ડમાં લસણના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. યાર્ડના સત્તાધીશો અને વ્યાપારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કોનું છે લસણ છે, ક્યાંથી આવ્યું છે, કોણે મગાવ્યું છે સહિતની તાપસ ચાલુ છે.
ગોંડલનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું અગ્રીમ છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, ધાણા, લસણ, મગફળી સહિતની જણસીઓની આવક સાથે હરાજીઓ શરૂ કરવામાં આવી છે. ગોંડલ યાર્ડ જણસીઓથી ઉભરાયું છે. જન્માષ્ટમીની 6 દિવસની રજા પૂર્ણ થતી હતી ત્યાર બાદ 29 ઓગષ્ટથી શરૂ થવાનું હતું યાર્ડ પણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે 2 દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. 2 દિવસ બાદ શ્રાવણ મહિનાનો સોમવાર અને ભાદરવી અમાસની રજા આવતા 4 સપ્ટેમ્બરથી ફરી યાર્ડ ધમધમતું થયું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થતાં અને સાથે જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં ડુંગળી, ધાણા, લસણ, મગફળી સહિતની જણસીઓની આવક શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડુંગળીની 22 હજાર કટ્ટાની આવક સાથે હરાજીમાં 20 કિલોના 250થી 750 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. કપાસનો ભાવ પણ સારો જોવા મળ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું જેથી ખેડૂતો પોતાની જણસી વેચી શકતા ન હતા, પરંતુ જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના ખેડૂત પાક લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.
Source link