GUJARAT

Surendranagar: સાયલાના સુદામડા ગામે 300 લોકોને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એક જ્ઞાતિના ધાર્મિક પ્રસંગમાં ઘટના બની. ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા. સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરાયા.

 ખોરાકી ઝેરની અસરમાં બાળકો વધુ ભોગ બન્યા. સાયલા તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો. લીંબડી ડેપ્યુટી કલેક્ટર, DYSP, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ સુદામડા દોડી ગયા. આરોગ્ય વિભાગ દ્વારા ચાર ટીમો સાથે એમ્બ્યુલન્સનો કાફલો સુદામડા ખડકી દેવાયો. લીંબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતે જણાવ્યું કે, આજરોજ સુદામડા ગામમાં બપોરના સમયે માતાજીનો પ્રસંગ હતો ત્યાં જમણવારમાં કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હશે જેના કારણે ઘણા લોકો બિમાર પડ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 200 લોકોએ સુદામડા પીએચસી છે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને બધાને પ્રાથમિક સારવાર આપવામા આવી છે. જેમાંથી કોઈ સિરીયસ નથી એટલે કોઈને અન્ય જગ્યાએ ખસેડવામાં નથી આવ્યા. અમુક લોકોએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી. હાલમાં પીએચસી ખાતે 10 થી 20 જેટલા લોકો દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 6 જેટલા મેડિકલ ઓફિસર હાજર છે તેમજ 3-4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર તેમજ લીંબડી હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોરાકી ઝેરની અસરથી હાલ સુધી કોઈ જાનહાની નથી.

ઉમરપાડાની આદર્શ નિવાસી શાળામાં ભોજન બાદ 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થયેલ

સુરત જિલ્લાના ઉમરપાડાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ગઈ કાલે રસોઈ આરોગ્યા બાદ 45 થી વધુ વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી થઈ હતી. જે બાદ આરોગ્ય સહિત વહિવટી તંત્ર દોડતુ થયું હતું. શાળામાં અભ્યાસ કરતા 16 બાળકોની તબિયત વધુ લથડતા તપાસ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી અને મામલતદાર પણ બનાવનાં સ્થળે દોડી ગયા હતા.

શું હતી સમગ્ર ઘટના

ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં 250 થી 300 જેટલા બાળકો 8 થી 12 ધોરણમાં અભ્યાસ કરે છે. નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતા ઉપરોક્ત બાળકોને મોડી સાંજે નાસ્તામાં ચવાણુ બાદ દાળ, ભાત અને શાક આપવામાં આવ્યા હતા. જોકે બીજા દિવસે એટલે કે 16 તારીખના બુધવારના સવારે શાળા શરૂ થતા જ 45 જેટલા બાળકો ફૂડ પોઇઝનિંગની ઝપેટમાં આવી ગયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button