GUJARAT

રાજ્યના 37 લાખ રાશનકાર્ડ ધારકો તુવેરદાળ અને ચણાથી રહેશે વંચિત! જાણો કારણ

ગુજરાત રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફતે ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેરદાળ અને ચણાની ફક્ત 50 ટકા જ ફાળવણી કરવામાં આવી છે, જેના પરિણામે ગુજરાત રાજ્યના 75 લાખ જેટલા રાશનકાર્ડ ધારકોમાંથી અડધો અડધ 37 લાખ જેટલા રાશનકાર્ડ ધારકો તુવેરદાળ અને ચણાથી આ વખતે પણ વંચિત રહેશે.

રાશન મેળવતા કાર્ડધારકોને એક કિલો પણ દાળ મળતી નથી

આ ફક્ત ડિસેમ્બર 2024ના માસ માટે જ નથી પણ લગભગ છેલ્લા 1 વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે. સરકાર દ્વારા મોટા ઉપાડે જસ ખાવા માટે જાહેરાતો તો કરે છે, પરંતુ તેની અમલવારી કરતા નથી. કુપોષણ સામે લડત આપવા દર મહિને એક કિલો મળતી ચણાદાળમાં વધારો કરી બે કિલો આપવાની જાહેરાત કરી છે. પરંતુ બે કિલો તો ઠીક તમામ રાશન મેળવતા કાર્ડધારકોને એક કિલો પણ દાળ મળતી નથી.

સપ્લાયરો પાસે જ સ્ટોક હોતો નથી

ગુજરાતના રાશનકાર્ડ ધારકોને કોઈક મહિનો તુવેરદાળ તો કોઈક મહિનો ખાંડ તો કોઈક મહિનો ચણા જેવી વિવિધ જણસીઓથી વંચિત રહેવું પડે છે. દર 1 પહેલી તારીખે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જણસીઓના જથ્થાની જાહેરાત થાય છે. પરંતુ એ મુજબનો જથ્થો પુરવઠા ગોડાઉન, સસ્તા અનાજની દુકાને કે આ વિવિધ જણસીઓના સપ્લાયરો પાસે પણ હોતી નથી.

સરકારની માત્ર મોટી મોટી જાહેરાતો, સ્થિતિ કંઈ અલગ જ

જોકે હાલ તો રેશન ડિલર એસોસિએશનના રાજ્યના પ્રમુખે પણ રજૂઆત કરી છે. રાજ્યમાં સસ્તા અનાજનો જથ્થો 50 ટકા જ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એક તરફ સરકાર ન્યુટ્રીશનને લઈ ચણાનો જથ્થો આપવાની વાતો કરે છે, પરંતુ નિગમની અણ આવડતના કારણે ચણા અને તુવેરદાળનો જથ્થો માત્ર 50 ટકા મળી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button