ગયા મહિને, 38 વર્ષીય એક્ટ્રેસ અને 49 વર્ષીય મોટિવેશનલ સ્પીકરની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. લગ્ન બાદ બંને મંદિરની બહાર એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળ્યા હતા. એક્ટ્રેસ દિવ્યા શ્રીધર અને ક્રિસ વેણુગોપાલ વિવાહિત જીવનનો આનંદ માણી રહ્યા છે અને સાથે ઘણા વીડિયો પણ બનાવી રહ્યા છે.
કપલનો એક વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કપલના લગ્નથી લઈને વેડિંગ રિસેપ્શન સુધીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઘણા કપલ્સ રોમેન્ટિક રીલ પણ બનાવી રહ્યા છે.
મલયાલી રીતિ-રિવાજ મુજબ કર્યા લગ્ન
દિવ્યા શ્રીધર અને ક્રિસ વેણુગોપાલે 30 ઓક્ટોબરના રોજ મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને 2 નવેમ્બરે લગ્નનું રિસેપ્શન હતું. કપલની એક રીલ વાયરલ થઈ રહી છે, જેને 80 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ વીડિયોમાં બંને એક રોમેન્ટિક ગીત પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દિવ્યા ખુબ ખુશ જોવા મળી રહી છે.
દિવ્યા શ્રીધરે સપોર્ટ કરનારને વ્યક્ત કર્યો આભાર
આ રીલ પોસ્ટ શેર કરતી વખતે, દિવ્યા શ્રીધરે તેને સપોર્ટ આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. “અમને સપોર્ટ કરનાર દરેકનો ખૂબ ખૂબ આભાર.” તેણે દિલ અને હાથ જોડી ઈમોજી સાથે લખ્યું. ફેન્સ પણ કોમેન્ટ કરીને બંનેને અભિનંદન આપી રહ્યા છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
દિવ્યા શ્રીધરને પહેલાથી જ છે બે બાળકો
તમને જણાવી દઈએ કે, દિવ્યા શ્રીધર અને ક્રિસ વેણુગોપાલ બંને મલયાલમ અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો છે. દિવ્યાએ નેગેટિવ રોલ પ્લે કરીને પોપ્યુલારિટી મેળવી હતી. દિવ્યા શ્રીધરના આ બીજા લગ્ન છે. તેને તેના પહેલા પતિથી બે બાળકો છે. તેમના બંને બાળકો પણ તેમના લગ્નમાં આવ્યા હતા. એક્ટર હોવા ઉપરાંત, ક્રિસ એક વકીલ, મોટિવેશનલ સ્પીકર અને લેખક પણ છે.