ટેસ્ટ ક્રિકેટમાં આવી ઘણી મેચો બની છે જેમાં ખૂબ જ વધારે સ્કોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે અમે તમને આવી જ એક મેચ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેમાં ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ મેચમાં બંને ટીમોએ 4 સદી, એક બેવ સદી અને એક ત્રેવડી સદી ફટકારી હતી. ક્રિકેટ ચાહકો આજ સુધી આ મેચને ભૂલી શક્યા નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં 1489 રન બન્યા
વર્ષ 1997માં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ 952 રન બનાવ્યા હતા. જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. આ મેચમાં શ્રીલંકા તરફથી બેટિંગ કરતા સનથ જયસૂર્યાએ ત્રેવડી સદી ફટકારી હતી. જયસૂર્યાએ બેટિંગ કરતા 340 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રોશન મહાનમાએ બેવડી સદી ફટકારીને 225 રન બનાવ્યા હતા. આ સિવાય અરવિંદા ડી સિલ્વાએ 126 રન બનાવ્યા હતા.
ભારતે બનાવ્યા હતા 537 રન
આ પહેલા ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 537 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં ત્રણ સદી ફટકારી હતી, જે નવજોત સિંહ સિદ્ધુ, સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીને ફટકારી હતી. સિદ્ધુએ 111 રન, સચિને 143 રન અને અઝહરુદ્દીને 126 રન બનાવ્યા હતા. આ મેચમાં બંને ટીમોએ કુલ 1489 રન બનાવ્યા હતા.
આ ખેલાડી મેન ઓફ ધ મેચ બન્યો
સનથ જયસૂર્યાએ આ મેચમાં માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ અજાયબીઓ કરી હતી. પહેલા જયસૂર્યાએ બોલિંગ દરમિયાન 3 વિકેટ લીધી અને પછી બેટિંગ દરમિયાન 340 રનની ઇનિંગ રમી. આ શાનદાર પ્રદર્શનના કારણે જયસૂર્યાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.