સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારૈઈ, પાટડી અને ધ્રાંગધ્રા હરીપર રોડ તથા રાજસીતાપુર ગામે પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 16 જુગારીયાઓ રોકડ અને મોબાઈલ સહિત રૂપીયા 65,440ની મત્તા સાથે ઝડપાયા છે.
નાની મોલડી પોલીસ મથકની પોલીસ ટીમને પેટ્રોલીંગ દરમીયાન ધારૈઈ ગામના વલ્લભભાઈ જેરામભાઈ અગ્રાવત પોતાના મકાનના ફળીયાના ડેલા પાસે અમુક શખ્સો સાથે જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં વલ્લભ જેરામભાઈ અગ્રાવત, દીલીપ મેરામભાઈ ધાધલ, રણછોડભાઈ ભનાભાઈ જાડા, અલ્કેશ રમણીકભાઈ અગ્રાવત, મહેશપરી ધીરૂપરી ગોસ્વામી, ધીરૂ રામજીભાઈ ઝાંપડીયા અને ભાભલુ વાસ્કુરભાઈ ખાચર ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 18,740 જપ્ત કરાયા હતા. પોલીસે સાતેય સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ મેન્યુઅલ મુજબ કવોલીટી જુગારનો કેસ કરવા છતાં નાની મોલડી પોલીસને આરોપીઓનો ફોટો પાડવાનો સમય રહ્યો ન હતો. બીજી તરફ સાત આરોપીમાંથી એકપણ પાસેથી મોબાઈલ મળી આવ્યો ન હતો. હાલના સમયમાં સામાન્ય ગરીબ વર્ગના લોકો પાસે પણ મોબાઈલ હોય છે. ત્યારે જુગાર રમતા સાતમાંથી એકપણ પાસે મોબાઈલ ન મળી આવતા નાની મોલડી પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં આવી જાય છે. બીજી તરફ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના પરીક્ષીતસીંહ, દશરથભાઈ સહિતનાઓએ પાટડી સરકીટ હાઉસ પાછળ જાહેરમાં રમાતા જુગાર પર રેડ કરી હતી. જેમાં અયુબ અનવરખાન મલેક, સૈયદ સલીમભાઈ ધવલભાઈ, દશરથ કાંતીભાઈ ઝીંઝુવાડીયા, લક્ષ્મણ જીવાભાઈ ઠાકોર, સુરેશ મહાદેવભાઈ રાઠોડ, ડુંગર મઘાભાઈ ચાવડા અને સુરેશ રતીલાલ રાઠોડ રોકડા રૂપીયા 23,4ર0, રૂપીયા 20,500ના પ મોબાઈલ સહિત રૂપીયા 43,920ની મત્તા સાથે ઝડપાયા હતા. અને ધ્રાંગધ્રાના હરી5ર રોડ પર વરલી મટકાનો જુગાર રમતો સદ્દામ હુસેનભાઈ સામતાણી રોકડા રૂપીયા 1 હજાર સાથે પકડાયો હતો. જયારે ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામેથી મંગાજી શીવાજી કોકતીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપીયા 1780 સાથે ઝડપાયો હતો.
Source link