આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે અમરેલીના ઘારી ખાતે પડેલા વરસાદમાં એક ઝાડ PGVCLના એક પોલ પર પડ્યુ હતુ. ત્યારબાદ PGVCLના ચાર પોલ એકસાથે ધરાશાયી થયા હતા.
પીજીવીસીએલના 4 પોલ ધરાશાયી
અમરેલીના ઘારીમાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો હતો ત્યારે અચાનક જ ધારી લાયબ્રેરી ચોક ખાતે વરસાદના કારણે એક ઝાડ PGVCLના પોલ પર પડ્યુ હતુ. એક લાઈનમાં આ પોલ આવેલા હોવાથી એક પોલ પર વૃક્ષ પડતા પીજીવીસીએલના એકસાથે 4 પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા PGVCLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિકોમાં દહેસતનો માહોલ
પીજીવીસીએલના એક સાથે 4 પોલ ઘરાશાયી થતા સ્થાનિકોમાં દહેસતનો માહોલ ઊભો થયો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે હાલ પીજીવીસીએલના સ્ટાફ દ્વારા આ પોલને ઉઠાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવાઈ છે. એક સાથે ચાર પોલ પડતાં લોકોમાં અફડા તફરીનો માહોલ જોવા મળ્યો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
Source link