Ahmedabad: પોલીસકર્મીઓની દારુની મહેફિલ માણવાના કેસ મામલે મોટી કાર્યવાહી, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. દશેરના દિવસે અમદાવાદમાં શાહિબાગ ખાતે બનેલી નવી પોલીસ કમિશનર કચેરીની પાસે જ 4 પોલીસકર્મીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા, આ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસકર્મી ASI વિનોદ ડામોરની ધરપકડ
ઉલ્લેખનીય છે કે પોલીસની દારુની મહેફિલ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને વીડિયોમાં જોવા મળી રહેલા બાઈક માલિક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ASI વિનોદ ડામોરની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસકર્મી અમિતસિંહ ગોલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસકર્મી જુજારસિંહ પગી રાજુ બારીયા ફરાર છે. તેમને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ તમામ આરોપી પોલસકર્મીઓ મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા અને આ સમગ્ર મામલે અમદાવાદની માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી છે.
સંદેશના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ હતી
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં જાણે પોલીસને જ કાયદાનો ડર ન હોય અથવા કાયદો તોડવાની છુટ મળી ગઈ હોય તેવો દ્રશ્યો દશેરના દિવસે જોવા મળ્યા હતા અને 4 પોલીસકર્મીઓ ધોળા દિવસે નવી પોલીસ કમિશ્નર કચેરીની પાસે જ જાહેરમાં દારુની મહેફિલ માણી રહ્યાા હતા. ત્યારે આ સમગ્ર ઘટના અંગે સંદેશ ન્યુઝે અહેવાલ બહાર પાડતા પોલીસ દોડતી થઈ હતી અને આ ઘટના અંગે તાબડતોબ તપાસ શરૂ કરી હતી. જો કે આજે આ ચારેય દારૂબાજ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દારુની મહેફિલ માણનારા પોલીસકર્મીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા
શહેર પોલીસ કમિશનર દ્વારા જ આ સમગ્ર ઘટના અંગે તપાસના કડક આદેશ આપવામાં આવ્યા હતા અને શહેરમાં પોલીસ જાહેરમાં દારુની મહેફિલ માણનારા પોલીસકર્મીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે જ્યાં આ પોલીસકર્મીઓએ દારુની મહેફીલ યોજી હતી. ત્યાં એક બે નહીં પરંતુ 10 જેટલી દારુની ખાલી બોટલો પણ મળી આવી હતી.
Source link