થાનગઢ તાલુકાના રૂપાવટી(થા) ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણખનીજની ટીમેં ચાલુ ચરખીએ રેડ કરતા ઉંડા કુવામાં કામ કરતા 4 શ્રમિકો ઝડપી લઈ 6.25 લાખનો મુદામાલ જપ્ત કરી 5 સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
પ્રાપ્ત વિગતનો અનુસાર ચોમાસાના પાણી સુકાઈ જતાની સાથે જ ખનિજ માફ્યિાઓ સક્રિય થતા દેખાઈ રહ્યા છે અને થાનગઢ વિસ્તારમાં અનેક વખત ખનીજચોરી મામલે જ મોપયાયે બબાલો થયેલી છે અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે ત્યારે થાનગઢ તાલુકાના રૂપાવટી(થા)ગામની સીમમાં ગૌચર જમીનમાં ઉંડા કુવામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજચોરી થતી હોવાની બાતમી માત્ર મેસેજ દ્વારા ખાણખનીજ અધિકારી નિરવ બારોટને મળતાની સાથે જ માઈન્સ સુપરવાઈઝર શહિતની ટીમે રેડ કરી હતી.રેડ કરતા સમયે ચરખી ઉપરનું ટ્રેક્ટર નાસી છુટયું હતું અને ઉંડા કુવામાં ચાલુ ચરખી જોવા મળતા અધિકારીઓએ કુવામાં અવાજ કરતા અંદરથી શ્રમિકોનો અવાજ આવ્યો હતો જેથી બીજું ટ્રેક્ટર લાવી જનક ધીરુભાઈ ,તુષાર વિનોદભાઈ,સુનીલ હિરાભાઈ અને કરણ કાનાભાઈ શહિત ચારેયને બહાર કાઢયા હતા.આ લોકોને પૂછતા આ ખનીજચોરી થાનગઢના રઘુભાઈ ભરવાડ દ્વારા કરાવાતી હોવાનું જણાવતા પોલીસે 170 ફૂટ ઉંડા કુવામાંથી ચરખી,મશીન,લોખંડના પાઈપ શહિતનો મુદામાલ જપ્ત કરી 6.25 લાખ રૂપિયાની ખનીજચોરી કર્યાની પાચ શખ્સો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
ગૌચર જમીનમાં ચોરી છતાંય સ્થાનિક તંત્ર મૌન
એક તરફ્ જીલ્લામાં ગૌચર જમીનમાં દબાણના કારણે અબોલજીવોને ભારે મુસ્કેલી પડે છે ત્યારે રૂપાવટીમાં ગૌચર જમીનમાં 170 ફૂટ ઉંડો કુવો કરી ખુલ્લેઆમ ખનીજચોરી થતી હોવા છતાય થાનગઢ પોલીસ કે મામલતદારે કાર્યવાહી નહી કરતા ખનીજની ટીમે માત્ર એક મેસેજના આધારે સુરેન્દ્રનગરથી પહોચી રેડ કરી લાખોની ખનીજચોરી ઝડપી લેતા સ્થાનિજ તંત્ર સામે મિલીભગતની આશંકા સેવાઈ રહી છે.
Source link