GUJARAT

Ahmedabad: અસલાલીમાંથી 45 લાખના ગેરકાયદે ફટાકડાનો જથ્થો પકડાયો રાજ્યભરમાં ગેરકાયદેસર

ફટાકડાનો સંગ્રહ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનારા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે અસલાલીના મણીબા એસ્ટેટમાં રામદેવ ટ્રેડર્સ સહિત ચાર ગોડાઉનમાંથી લાઈસન્સમાં દર્શાવેલ એક્સપ્લોઝીવ કેપેસીટી કરતા વધુ ફટાકડાનો જથ્થો રાખનાર પિતા પુત્રની ધરપકડ કરી છે.

પોલીસે 45.52 લાખના ફટાકડા જપ્ત કર્યા છે. જ્યારે લાઈસન્સ ધારકની પણ ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ગ્રામ્ય SOG ટીમ દ્વારા હાથીજણ વિસ્તારમાં બુધવારે મોડી સાંજે એક ફટાકડાના ગોડાઉનમાં દરોડો પાડીને ગેરકાયદે સંગ્રહ કરેલ ફટાકડાનો જથ્થો પકડયો હતો. હાથીજણમાં પડેલા દરોડા મામલે પીઆઇએ કહ્યું કે, 30 લાખથી વધુના ફટાકડાનો જથ્થો હોય શકે છે. જો કે, પોલીસની મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ હતી.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડાની ફેકટરીઓ આવેલી છે અને મોટા ભાગના વેપારીઓ ફટાકડાના ગોડાઉન પણ ગ્રામ્યમાં એસ્ટેટમાં રાખતા હોય છે. અસલાલીના મણીબા એસ્ટેટમાં આવેલ રામદેવ ટ્રેડર્સના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કર્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે ડીવાયએસપીની ટીમે મણીબા એસ્ટેટમાં રામદેવ ટ્રેડર્સમાં રાજેન્દ્ર જયસ્વાલ અને તેના પુત્ર હિતેશ જયસ્વાલને ઝડપી પાડયા હતા. બન્ને પાસે લાઈસન્સ ન હતુ પરંતુ હાંસોલના એક શંકરલાલ ક્રિશનાની નામના યુવકનું રિટેલ લાઈસન્સ હતુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button