દેશમાં ફરીથી લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે લગ્નની સિઝન આગામી 16 ડિસેમ્બર સુધી ચાલશે. અનુમાન છે કે આ સિઝનના ગાળા દરમિયાન દેશભરમાં લગભગ 48 લાખ લગ્ન થશે. આ લગ્નના કારણે બજારમાં લગભગ છ ટ્રિલિયન રૂપિયાનો નવો બિઝનેસ જનરેટ થશે એટલે કે ભારતીય અર્થતંત્રને નવું બળ મળશે.
દેશના છૂટક વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ એક સ્ટડી રિપોર્ટ જાહેર કર્યો છે. આ ફેડરેશન અનુસાર પાછલા વર્ષે આ સિઝનમાં લગભગ 35 લાખ લગ્ન યોજાયા હતાં અને તેમાં 4.25 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર થયો હતો. કૈટનું કહેવું છે કે દેશભરના 75 મુખ્ય શહેરોમાં લગ્નને સંબંધિત વસ્તુઓ અને સર્વિસિસમાં વ્યાપાર કરનારા મુખ્ય વ્યાપાર સંગઠનો પાસેથી મળેલી માહિતીના આધારે આ અનુમાન લગાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર આ વર્ષે શુભ મુહૂર્તની તારીખોમાં વૃદ્ધિના કારણે બિઝનેસમાં ઉલ્લેખનીય વૃદ્ધિનું અનુમાન છે.
દિલ્હીમાં જ 4.5 લાખ લગ્ન થવાનો અંદાજ
વર્ષ 2023માં આ ગાળા દરમિયાન 11 શુભ મુહૂર્ત હતાં તેની સામે આ વર્ષે 18 છે. તેને કારણે વ્યાપારને વધુ વેગ મળવાની સંભાવના છે. આ ગાળા દરમિયાન એકલા દિલ્હીમાં જ અંદાજે 4.5 લાખ લગ્ન થવાનો અંદાજ છે. આ લગ્નના કારણે એક જ સિઝનમાં 1.5 લાખ કરોડનો બિઝનેસ થવાની અપેક્ષા છે.
લગ્નમાં સરેરાશ ખર્ચનો અંદાજ
ફેડરેશનના જણાવ્યા અનુસાર આ બે મહિના દરમિયાન દેશભરમાં 10 લાખ લગ્નમાં સરેરાશ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. લગભગ 10 લાખ લગ્નમાં છ લાખના ખર્ચનો અંદાજ છે. અન્ય 10 લાખ લગ્નમાં સરેરાશ 10 લાખના ખર્ચનો અંદાજ છે જ્યારે અન્ય 10 લાખ લગ્નમાં સરેરાશ 15 લાખનો ખર્ચ થઈ શકે. લગભગ સાત લગ્ન એવા હશે કે જેમાં સરેરાશ રૂ. 25 લાખનો ખર્ચ થશે જ્યારે 50,000 લગ્નમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે જ્યારે 50,000 લગ્ન એવા હશે કે જેમાં સરેરાશ એક કરોડ કે તેથી વધુ ખર્ચ કરવામાં આવી શકે છે.
Source link