વડોદરામાં ગોત્રીના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે. વેપારી પાસેથી 6 લાખના બદલે 15 લાખ પડાવ્યા હતા. જેને લઇ વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજ સહિત 5ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સહિત 5ની ધરપકડ
સમગ્ર મામલે ACP એ.વી.કાટકરએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ વ્યાજખોરો પાસે 6 લાખ વ્યાજે લીધા હતા. બે વર્ષમાં 6 લાખના 15 લાખ વસુલયા હતા. 15 લાખ લીધા બાદ પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે વ્યાજખોર સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ગોત્રી વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારને વર્ષ 2017 માં કહેવાતા સામાજિક કાર્યકર ઘનશ્યામ ફુલ બાજે સાથે પરિચય થયો હતો. ઘનશ્યામે પોતે ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું જણાવી રૂપિયાની જરૂર હોય તો કહેવા માટે ઓફર કરી હતી. દુકાનદારે ધંધા માટે જુદા-જુદા સમયે ઘનશ્યામ પાસે કુલ રૂ.6 લાખ લીધા હતા અને તેની સામે 15 લાખથી વધુ રકમ ચૂકવી હતી. પરંતુ ત્યાર પછી પણ ઘનશ્યામ દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેના માણસો પણ વેપારી પાસે રૂપિયા લેવા માટે જતા હતા. જેથી કંટાળેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં ગોત્રી પોલીસે ઘનશ્યામ પ્રભાકર ફૂલ બાજે (કલ્યાણ નગર,આજવા રોડ), ક્રિષ્ના ભીખાભાઈ કહાર (કહાર મહોલ્લો, ફતેપુરા), કિરણ રમેશભાઈ માછી (પટેલ ફળિયા, નાગરવાડા), સન્ની કમલેશભાઈ (ચિંતેખાનની ગલી, ગેડીગેટ દરવાજા) અને નરેન્દ્ર જગ મોહન પંડિત (આશીર્વાદ સોસાયટી, હરણી રોડ) ને ઝડપી પાડ્યા છે.
Source link