NATIONAL

Jammu Kashmirના પુંછમાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના મેંઢર વિસ્તારના બાલનોઈ વિસ્તારમાં સેનાની એક ગાડી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 5 જવાનો શહીદ થયા છે. હાલમાં સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ

જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં 8થી 9 સૈનિકો હતા, જેમાંથી 5 જવાન શહીદ થયા છે અને અન્ય જવાનોની સારવાર ચાલી રહી છે. નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલા 11 MLIનું લશ્કરી વાહન ગોરા પોસ્ટ પર પહોંચતા જ અકસ્માતનો ભોગ બન્યું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું. માહિતી મળતાની સાથે જ 11 MLIની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “#WhiteKnightCorpsના તમામ રેન્ક પૂંચ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી પર હતા, ત્યારે વાહન અકસ્માતમાં 5 બહાદુર સૈનિક શહીદ થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલ કર્મચારીઓને તબીબી સંભાળ મળી રહી છે.

ગયા મહિને પણ રાજૌરીમાં દુર્ઘટના બની હતી

ગયા મહિને જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવી જ એક દુર્ઘટનામાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને અન્ય એક ઘાયલ થયો હતો. આ અકસ્માત 4 નવેમ્બરે કાલાકોટના બડોગ ગામ પાસે થયો હતો, જેમાં નાઈક બદરી લાલ અને કોન્સ્ટેબલ જય પ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આ પહેલા 2 નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક કાર પહાડી માર્ગ પરથી લપસીને ઊંડી ખીણમાં પડતાં એક મહિલા અને તેના 10 મહિનાના પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button