GUJARAT

Ahmedabad: શહેરમાં RTE હેઠળ ખોટી રીતેપ્રવેશ લેનારા 50 વિદ્યાર્થી પકડાયા

અમદાવાદ શહેરની 5 ખાનગી શાળામાં આરટીઈ અંતર્ગત ખોટા આવકના દાખલા રજૂ કરી પ્રવેશ મેળવનારા 50 વિદ્યાર્થી પકડાયા હોવાની વિગતો જાણવા મળ્યું છે. આવકના ખોટા દાખલા રજૂ કરી પ્રવેશ મેળવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્કૂલોએ રજૂ કરેલી વિગતોના આધારે ડીઈઓ કચેરી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ 1.50 લાખની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. ઘણા વાલીઓ શહેરની સારી ગણાતી ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે આવકના ખોટા દાખલા રજૂ કરી પ્રવેશ મેળવતા હોવાનું સામે આવતા હવે ઈન્કમટેક્સ રિટર્નની વિગતો પણ પ્રવેશ વખતે માગવાનું શરૂ કરાયું છે. જોકે, ઘણા વાલીઓએ તેનો પણ રસ્તો શોધી કાઢયો હતો અને ઈન્કમટેક્સ ફઈલ કર્યું નથી તે મુજબનું સેલ્ફ્ ડેક્લરેશન રજૂ કરી પ્રવેશ મેળવતા હોય છે.

શહેરની વિવિધ ચારથી પાંચ જેટલી સ્કૂલોના 50 કરતા વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ શંકાસ્પદ જણાયા છે. આ વિદ્યાર્થીઓના વાલીઓની આઈટી રિટર્નમાં આવક વધુ હોવા છતાં ખોટા આવકના દાખલાના આધારે RTEમાં પ્રવેશ મેળવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આથી આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવતા આ પ્રવેશની તપાસ કરાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button